સલમાનના શર્ટલેસ લુકને કારણે બિગ બૉસ 20એ બનાવ્યો વ્યુઅરશિપ રેકૉર્ડ

24 September, 2026 05:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘બિગ બૉસ 20’ના ‘વીકએન્ડ કા વાર’ એપિસોડને એક અઠવાડિયામાં ૨.૧ કરોડ વ્યુઝ મળ્યા હોવાના અહેવાલ છે. સલમાન ખાને પોતાના વધતા વજન અને કલાકારોના દેખાવને લઈને ટ્રોલિંગનો જવાબ આપતાં શર્ટ ઉતારીને ટ્રોલર્સને પડકાર્યા હતા.

સલમાન ખાન

‘બિગ બૉસ 20’એ વ્યુઅરશિપનો નવો રેકૉર્ડ બનાવ્યો હોવાના અહેવાલ છે. ‘વીકએન્ડ કા વાર’ દરમ્યાન સલમાન ખાને ટ્રોલર્સને જવાબ આપવા માટે શર્ટ ઉતારીને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો અને અભિનેત્રી કૅટરિના કૈફના પોસ્ટ-પ્રેગ્નન્સી વજનને લઈને કરવામાં આવી રહેલા ટ્રોલિંગની ટીકા કરી હતી. રિપોર્ટ પ્રમાણે આ એપિસોડને એક જ અઠવાડિયામાં ૨.૧ કરોડ વ્યુઝ મળ્યા છે. આ સાથે ‘બિગ બૉસ’નો આ એપિસોડ એક અઠવાડિયામાં બે કરોડનો આંકડો પાર કરનાર ક્રિકેટ સિવાયનો પ્રથમ શો બન્યો છે.
તાજેતરના ‘વીકએન્ડ કા વાર’ એપિસોડમાં સલમાને કલાકારોનાં વધતાં વજન, ઉંમર અને દેખાવને લઈને કરવામાં આવતા ટ્રોલિંગ સામે અવાજ ઉઠાવ્યો હતો. પોતાના વધતા વજનને ટાર્ગેટ બનાવતી કમેન્ટ્સનો જવાબ આપતાં સલમાને પોતાની ટોપી, જૅકેટ અને ટી-શર્ટ ઉતારીને ટ્રોલર્સને પડકાર આપ્યો અને કહ્યું હતું કે હવે મને ટ્રોલ કરો. સલમાનની આ સ્ટાઇલ ફૅન્સમાં ચર્ચાનો મુદ્દો બની હતી.

Salman Khan Bigg Boss colors tv indian television television news