29 April, 2025 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શિલ્પા શિરોડકર
‘બિગ બૉસ 18’માં કામ કરીને ફરીથી લાઇમલાઇટમાં આવેલી ઍક્ટ્રેસ શિલ્પા શિરોડકર હવે સોશ્યલ મીડિયામાં બહુ ઍક્ટિવ રહે છે. હાલમાં તેણે ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શૅર કરી છે જેમાં તે શિર્ડીના સાંઈબાબાના મંદિરમાં દર્શન કરી રહી છે. આ મંદિરની મુલાકાત વખતે તેણે પરંપરાગત વસ્ત્રો પહેર્યાં હતાં. શિલ્પાએ તસવીર શૅર કરતી વખતે લખ્યું હતું કે ‘જ્યારે હું પાંચ વર્ષની હતી ત્યારથી મારી મમ્મી મને દર મહિને બે વખત શિર્ડીના સાંઈબાબાનાં દર્શન કરવા માટે લઈ આવતી હતી. બાળપણની એ યાદગીરી હજી પણ મારા દિલમાં સચવાયેલી છે. આનાથી મારી અંદર સાંઈબાબા પ્રત્યે ઊંડી આસ્થા ઊભી થઈ અને સમયની સાથે અમારો વિશ્વાસ વધારે મજબૂત બનતો ગયો. સાંઈબાબાએ મારા જીવનમાં જે ચમત્કાર કર્યો છે અને આશીર્વાદ આપ્યા છે એ માટે હંમેશાં તેમની આભારી રહીશ. તેમની હાજરીથી મને શાંતિ અને સકારાત્મક ઊર્જા મળે છે.’