‘સિક્સ સસ્પેક્ટ્સ’માં આશુતોષ રાણાની એન્ટ્રી

06 May, 2021 11:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘સિક્સ સસ્પેક્ટ્સ’ એ નૉવેલિસ્ટ અને વિદેશ સચિવ વિકાસ સ્વરૂપની આ જ નામની નૉવેલ પર આધારિત શો હશે જેની વાર્તા આવી કંઈક છે

આશુતોષ રાણા

ઓટીટી પ્લૅટફૉર્મ ડિઝની પ્લસ હૉટસ્ટાર માટે બની રહેલી સિરીઝ ‘સિક્સ સસ્પેક્ટ્સ’માં ‘સંઘર્ષ’ ફેમ આશુતોષ રાણાની એન્ટ્રી થઈ છે. ‘સિક્સ સસ્પેક્ટ્સ’ એ નૉવેલિસ્ટ અને વિદેશ સચિવ વિકાસ સ્વરૂપની આ જ નામની નૉવેલ પર આધારિત શો હશે જેની વાર્તા આવી કંઈક છે: ઉત્તર પ્રદેશના હોમ મિનિસ્ટરના દીકરાનું તેની જ પાર્ટીમાં મર્ડર થઈ જાય છે અને પોલીસ ત્યાં હાજર રહેલા મહેમાનોમાંથી છ શંકાસ્પદ વ્યક્તિની તપાસ કરે છે. ‘સિક્સ સસ્પેક્ટ્સ’ને ‘ગૅન્ગ્સ ઑફ વાસેપુર’ અને અગાઉ હૉટસ્ટાર માટે જ સિરીઝ ‘આઉટ ઑફ લવ’ બનાવી ચૂકેલા તિગ્માંશુ ધુલિયા ડિરેક્ટ કરવાના છે તો ‘સ્કૅમ ૧૯૯૨’ ફેમ ગુજરાતી અભિનેતા પ્રતીક ગાંધી, ‘મસાન’ ફેમ રિચા ચઢ્ઢા, ‘બેતાલ’ ફેમ જતિન ગોસ્વામી અને ‘સાહેબ, બીવી ઔર ગૅન્ગસ્ટર’ ફેમ દીપરાજ રાણા સહિતના કલાકારો આ વેબ-સિરીઝમાં મહત્ત્વના રોલમાં છે. વિકાસ સ્વરૂપની પહેલી નવલકથા ‘ક્યુ ઍન્ડ એ’ હતી જેના પરથી ઑસ્કર વિનર ફિલ્મ ‘સ્લમડૉગ મિલ્યનર’ ફિલ્મ બની હતી. અને ત્રીજી નૉવેલ ‘ધ ઍક્સિડન્ટલ એપ્રેન્ટિસ’ નામની છે.

entertainment news Web Series web series ashutosh rana hotstar