ભરતના પાત્રએ ઓળખ આપી સંજય જોગને... રામાયણ સીરિયલ ફળી

21 September, 2020 01:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભરતના પાત્રએ ઓળખ આપી સંજય જોગને... રામાયણ સીરિયલ ફળી

ભરતના રોલમાં જોવા મળેલા સંજય જોગ

આખા વિશ્વમાં કોરોના વાઈરસનો આતંક ફેલાયો ત્યારે એનાથી બચવા માટે સરકારે લૉકડાઉનની જાહેરાત કરી હતી. તેમ જ લોકો પણ પોતાના ઘરમાં કેદ થઈ ગયા હતા. ત્યારે લોકોનું મનોરંજન કરવા માટે દૂરદર્શન પર રામાનંદ સાગરની રામાયણ સીરિયલ પુન:પ્રસારિત કરવામાં આવી હતી અને સાથે જ આ શૉની ટીઆરપી આસમાને પહોંચી ગઈ હતી. આ શૉમાં રામની ભૂમિકા ભજવનાર અરૂણ ગોવિલ, લક્ષ્મણનો રોલ પ્લે કરનારા સુનિલ લાહરી અને સીતા મૈયાનો રોલ ભજવનાર દીપિકા ચિખલિયા પણ સતત ચર્ચામાં રહ્યા હતા અને હાલ તેમની લોકપ્રિયતા પણ ઘણી વધી ગઈ છે.

રામાયણ એક ઐતિહાસિક ટેલિવિઝન શૉ છે જેનો કોઈ મુકાબલો નથી. આ સિરિયલે ટેલિવિઝનની દુનિયામાં ઇતિહાસ રચ્યો હતો. સીરિયલના બે વારના પુન:પ્રસારણ બાદ રામાયણ સીરિયલ લોકોએ એટલી જોઈ કે, વિશ્વનો સૌથી વધુ જોવાયેલ ટેલિવિઝન શૉ બની ગયો. રામાયણના નિર્માતા રામાનંદ સાગરજીએ પાત્રોની પસંદગીમાં, કે ગીતના સંગીત અને દિગ્દર્શનમાં કોઈ કસર છોડી નથી.

આ સીરિયલમાં શ્રીરામ અને લક્ષ્મણ આ બન્ને પાત્રો એવા હતા, જે હંમેશા જોવા મળ્યા હતા, કારણકે આખા રામાયણમાં આ બન્ને ભાઈ હંમેશા પોતાની સાથે રહ્યા હતા. લક્ષ્મણના પાત્રના આ મહત્વને કારણે, રામાનંદ સાગરજીએ મરાઠી ફિલ્મોના જાણીતા અભિનેતા સંજય જોગ સાથે વાત કરી અને તેમણે લક્ષ્મણની ભૂમિકા ભજવવા માટે કહ્યું. પરંતુ સંજય જોગ તે સમયે બહારની ફિલ્મો કરવામાં વ્યસ્ત હતા. અને રામાયણના શૂટિંગ માટે માટે તેને સતત ઘણા મહિનાઓ સુધી મુંબઈની બહાર જઈને રહેવું પડતું હતું, જેના કારણે તે શક્ય નહોતું. જોકે લક્ષ્મણની ભૂમિકા કરવા માટે રામાનંદ સાગરજીએ અભિનેતા શશિ પુરીને પણ કહ્યું હતું, પણ વાત બની શકી નહીં.

આ પણ જુઓ : રામાયણના 'કુશ'નો અત્યારનો લૂક જોયો? લવમાં પડી જશો આ ફેમસ એક્ટરના

તે પછી રામાનંદ સાગરજીએ અભિનેતા સંજય જોગને ભરતની ભૂમિકા નિભાવવા કહ્યું, જેના માટે તેઓ તૈયાર થઈ ગયા અને બની ગયા શ્રીરામના લાડકા ભાઈ ભરત. જોકે ભરતની ભૂમિકા ભજવવાથી અભિનેતા સંજય જોગે દર્શકોના દિલ પર ઊંડી છાપ છોડી દીધી છે. તે એક કુશળ અભિનેતા હતો. અને તેણે તેના ટૂંકા જીવનમાં એક મોટી છાપ બનાવી દીધી હતી. એક ગંભીર બીમારીના લીધે માત્ર ચાળીસ વર્ષની ઉંમરમાં સંજય જોગ જીવન સાથેની યુદ્ધમાં હારી ગયા અને તેમનું અવસાન થઈ ગયું. પણ આજે પણ રામાયણના ભરતના રૂપમાં તે ઘર-ઘરમાં ઘણા ફૅમસ અને પ્રખ્યાત છે.

ramayan television news tv show entertainment news indian television