વેબ-સિરીઝની જેમ ટીવી સિરિયલમાં અનુભવ કરવા શક્ય નથી : દિવ્યાંકા ત્રિપાઠી

04 September, 2019 04:00 PM IST  |  મુંબઈ

વેબ-સિરીઝની જેમ ટીવી સિરિયલમાં અનુભવ કરવા શક્ય નથી : દિવ્યાંકા ત્રિપાઠી

દિવ્યાંકા ત્રિપાઠી

દિવ્યાંકા ત્રિપાઠી દહિયાનું કહેવું છે કે વેબ-સિરીઝની જેમ ટેલિવિઝનમાં એક્સપરિમેન્ટ કરી શકાય નહીં. એકતા કપૂરની ‘કોલ્ડ લસ્સી ઔર ચિકન મસાલા’ દ્વારા દિવ્યાંકાએ ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરી છે. આ વેબ-સિરીઝમાં તેની સાથે રાજીવ ખંડેલવાલ, પ્રિયાંશુ ચૅટરજી, બરખા બિશ્ત, નવનીત નિશાન અને માનિની મિશ્રા પણ જોવા મળી છે. વેબ-સિરીઝ અને ટેલિવિઝન સિરીયલ વિશે જણાવતાં દિવ્યાંકાએ કહ્યું હતું કે ‘આપણને એ સમજવુ ખૂબ જરૂરી છે કે ટેલિવિઝનમાં આપણે વધુ એક્સપરિમેન્ટ ના કરી શકીએ કારણ કે આપણે દરેક વયનાં દર્શકોને મનોરંજન પિરસીએ છીએ. એમાં પણ મોટા ભાગનાં લોકો તો રૂઢિવાદી વિચારધારા ધરાવતા લોકો છે. આપણે સિરીયલમાં પણ પરિવર્તન લાવવાની જરૂર છે. જોકે એમાં થોડો સમય લાગશે.’

આ પણ વાંચો : આ મામલે અમિતાભ બચ્ચન-જયા બચ્ચન વચ્ચે થાય છે 'યુદ્ધ'

‘યે હૈ મોહબ્બતેં’નું ઉદાહરણ આપતાં દિવ્યાકાંએ કહ્યું હતું કે ‘મારું પાત્ર ફક્ત ઘરેલું પત્નીનું નહોતું. તે એક સફળ બિઝનેસવુમન પણ હતી. તે તેના રોજિંદા જીવનમાં વિવિધ ટૉપિક પર ચર્ચા કરતી હતી. ટેલિવિઝનમાં ફક્ત ડ્રામા પર ફોકસ કરવામાં આવે છે એવું કહેવું સરળ છે. જોકે કોઈ પણ વ્યક્તિ એક જ દિવસમાં રૂઢિવાદી વિચારધારાને બદલી નહીં શકે.’

divyanka tripathi television news