સુધા ચન્દ્રન તારા ફ્રૉમ સાતારામાં જજની ભૂમિકામાં જોવા મળશે

25 August, 2019 12:39 PM IST  |  મુંબઈ

સુધા ચન્દ્રન તારા ફ્રૉમ સાતારામાં જજની ભૂમિકામાં જોવા મળશે

સુધા ચન્દ્રન

સુધા ચન્દ્રન ‘તારા ફ્રૉમ સાતારા’માં એક જજનાં પાત્રમાં જોવા મળશે. સોની ચેનલ પર આ શો ૧૯ ઑગસ્ટથી શરૂ થઈ ચુક્યો છે. રોશની વાલિયા આ શોમાં તારાનાં પાત્રમાં જોવા મળી રહી છે. આ સિરિયલ દ્વારા મરાઠી ઍક્ટર ઉપેન્દ્ર લિમયે હિન્દી સિરિયલમાં એન્ટ્રી કરી છે. સુધા ચન્દ્રન અને ઉપેન્દ્ર લિમયે ૨૦૦૮માં આવેલી ‘પ્રણાલી: ધ ટ્રેડિશન’માં સાથે કામ કર્યું હતું.

આ પણ વાંચો : Bigg Boss 13 માટે સ્ટેશન માસ્ટર બન્યા સલમાન ખાન, જુઓ વીડિયો

પોતાની ભૂમિકા વિશે સુધા ચન્દ્રને કહ્યું હતું કે ‘હું ‘તારા ફ્રોમ સાતારા’માં એક જજની ભૂમિકા ભજવવાની છું. મેં નૅશનલ અવૉર્ડ વિજેતા ઍક્ટર ઉપેન્દ્ર લિમયે સાથે ફિલ્મમાં કામ કર્યું હતું અને તેઓ ખૂબ જ અદ્ભુત કલાકાર છે. હું પહેલેથી જ એક્સાઇટેડ છું અને આ શોમાં કામ કરવા માટે આતુર છું.’

television news tv show