Viral Video: 'ઇન્ડિયન આઇડલ'ના ઑડિશનમાં વ્યક્તિની વિગ પડી ગઇ, પછી...

10 October, 2019 07:44 PM IST  |  મુંબઈ ડેસ્ક

Viral Video: 'ઇન્ડિયન આઇડલ'ના ઑડિશનમાં વ્યક્તિની વિગ પડી ગઇ, પછી...

ઇન્ડિયન આઇડલ

ભારતમાં લોકપ્રિય શોમાંથી એ 'ઇન્ડિયન આઇડલ'ની 11મી સીઝન થોડાંક જ દિવસમાં શરૂ થવાની છે. આ શૉના ઑડિશન વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. 'ઇન્ડિયન આઇડલ'માં ઑડિશન આપવા આવેલા વ્યક્તિનો એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને જોઇ નેહા કક્કડ, અનુ મલિક અને વિશાલ ડડલાની જોર જોરથી હસવાં લાગે છે. આ વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે એક વ્યક્તિ સરસ રીતે ઑડિશન આપી રહ્યો છે, ત્યારે તેની વિગ નીકળી જાય છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઇ શકાય છે કે નેહા કક્કડ ખૂબ જ જોર જોરથી હસવા લાગે છે. તો શૉના જજ વિશાલ દદલાની તે વ્યક્તિનો વીડિયો બનાવવા લાગી જાય છે. સોશિયલ મીડિયા પર 'ઇન્ડિયન આઇડલ'ના આ ઑડિશનનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકોને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

આ પણ વાંચો : કાજલ વિસરિયા: માત્ર ગરબા જ નહીં સુગમ સંગીતના તાલે પણ જીતે છે લોકોના મન

જણાવીએ કે 'ઇન્ડિયન આઇડલ'ની 11મી સીઝન 12 ઑક્ટોબરથી સોની ટીવી પર શરૂ થઈ જશે. આ શૉ શનિવારે અને રવિવારે રાતે 8 વાગ્યાથી ટેલિકાસ્ટ કરવામાં આવશે. આ શૉમાં આ વખતે જજની ભૂમિકમાં અનુ મલિકનું કમબૅક થયું છે. તેની સાથે જજ પેનલમાં નેહા કક્કડ અને વિશાલ ડડલાની પણ આ વખતે જોવા મળશે

indian idol television news neha kakkar anu malik vishal dadlani