'કહાં હમ કહાં તુમ'માં અમન ગાંધી ‘અખિલ’ બનીને આવશે

23 October, 2019 01:40 PM IST  |  અમદાવાદ

'કહાં હમ કહાં તુમ'માં અમન ગાંધી ‘અખિલ’ બનીને આવશે

અમન ગાંધી

સ્ટાર પ્લસ પર જૂનથી શરૂ થયેલા શો ‘કહાં હમ કહાં તુમ’એ ચાર મહિનામાં દર્શકોનાં દિલ જીતી લીધાં છે. સફળ કાર્ડિયોલૉજિસ્ટ ડૉક્ટર રોહિત સિપ્પી અને જાણીતી ટીવી-અભિનેત્રી સોનાક્ષી રસ્તોગીની લવ-સ્ટોરી અત્યાર સુધી દર્શકોએ માણી છે.

રોહિત સિપ્પીના પાત્રમાં કરણ ગ્રોવર તથા સોનાક્ષી રસ્તોગીના પાત્રમાં દીપિકા કક્કર છે. આ ઉપરાંત રોહિતની ભૂતપૂર્વ પ્રેમિકાના પાત્રમાં અભિનેત્રી ફરનાઝ શેટ્ટી છે. બહુ બધા ડ્રામા અને થોડી ટ્રૅજેડી બાદ રોહિત અને સોનાક્ષીની સગાઈ થઈ ગઈ છે અને હવે તેઓ લગ્ન સંબંધમાં બંધાવાનાં છે. આ દરમ્યાન ‘કહાં હમ કહાં તુમ’ના મેકર્સે એક નવા પાત્રને ઇન્ટ્રોડ્યુસ કરવાનું વિચાર્યું છે, જેનું નામ હશે અખિલ. કહેવાઈ રહ્યું છે કે તે રોહિત અને સોનાક્ષીનાં લગ્નમાં વેડિંગ-પ્લાનર તરીકે એન્ટ્રી લેશે. મિડલ ક્લાસ યુવાન અખિલનું પાત્ર અમન ગાંધી ભજવવાનો છે, જે અત્યારે ‘તારા ફ્રૉમ સાતારા’ કરી રહ્યો છે. અમન ગાંધીએ આ પહેલાં ‘નાગીન 3’, ‘કુંડલી ભાગ્ય’ અને ‘ડાયન’ સહિતની સિરિયલો કરી છે.

આ પણ વાંચો : કોર્ટ માર્શલમાં અભિનેતા સક્ષમ દાયમા મહત્વના રોલમાં

અમનના પાત્રની જર્ની મિડલ ક્લાસ બૉયથી પૈસાદાર માણસ સુધીની રહેશે. તે પોતાની મહત્ત્વાકાંક્ષા સંતોષવા આવી રહ્યો છે. તેનો સોનાક્ષીની બહેન પરી (એલિસ કૌશિક) સાથે લવ-ઍન્ગલ દર્શાવાય એવી શક્યતા છે.

television news star plus