Zoya Factor Film Review : ઝોયા ફેક્ટરને લઇને આવો છે આર. જે. હર્ષિલનો મત

20 September, 2019 08:30 PM IST  |  મુંબઈ ડેસ્ક | આર. જે. હર્ષિલ

Zoya Factor Film Review : ઝોયા ફેક્ટરને લઇને આવો છે આર. જે. હર્ષિલનો મત

ધ ઝોયા ફેક્ટર

આર જે હર્ષિલ રિવ્યૂની શરૂઆત કરતાં કહે છે કે "સચિન તેંદુલકર જ્યારે પણ બેટિંગ કરવા આવતાં ત્યારે તેમના ખિસ્સામાં લાલ કલરનું રૂમાલ સાથે મૂકીને આવતા. સનત જયસૂર્યા જ્યારે બેટિંગ કરતાં હતા ત્યારે પહેરેલા બધાં જ ક્રિકેટિંગ ગિયર્સને ટચ કરી લેતાં હતા. આજે પણ જ્યારે મલિંગા બૉલિંગ કરવા આવે છે ત્યારે તે બૉલને ચૂમી લેતાં હોય છે. એટલે દરેક ક્રિકેટરની સુપર સ્ટીશિયસ વસ્તુઓ હોય જેને તેઓ ફોલો કરતાં હોય પણ જ્યારે ધોની બેટિંગ કરતાં હોય કે વિરાટ બેટિંગ કરે કે સચિન બેટિંગ કરે ત્યારે પબ્લિક ધોની, વિરાટ કે સચિન સચિન છોડીને કોઇ એક અજાણતી છોકરી જેનું લક કામ કરે છે એવું માનીને ઝોયા ઝોયા કરે....."

ઝોયા ફેક્ટરમાં કંઇક એવું જ બતાવવામાં આવ્યું છે જેવું ટ્રેલરમાં છે એવું જ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. રેન્ડમલી એક છોકરી જેના હોરોસ્કૉપમાં કંઇક એવો યોગ છે અને તે ભારતની ક્રિકેટ ટીમ માટે જ લકી છે. જ્યારે તે મેચ જોવા માટે આવે ભારત મેચ જીતી જાય પછી ભલેને મેચ જીતવા માટે 1 બૉલમાં 10 રન્સ જોઇતા હોય તો પણ ઇન્ડિયા મેચ જીતી જાય. એવું બતાવવામાં આવ્યું છે.

આર જે હર્ષિલનું કહેવું છે કે ચાલો એકવાર માની જઇએ કે પરિસ્થિતિ હાઇપોથેટિકલ હોઈ શકે. તો પછી ક્રિકેટર્સની આદતો, કે પછી ક્રિકેટર્સને કયા કારણસર રિયલાસ્ટિક બતાવવામાં આવ્યા છે. બધું જ હાઇપોથેટિકલ રાખો. કોઇકને શિખર ધવન જેવો બતાવ્યો છે તો કોઇકને યુવરાજ જેવો.

આ પણ વાંચો : બોલીવુડમાં જોવા મળતો પિતા-પુત્રીનો પ્રેમ

ઇમેજિનેશનવાળી ફિક્શનલ સ્ટોરી હોઈ શકે છે પણ ક્યાંક લોજિક તો હોવો જોઈએ. ઓલઓવર ફિલ્મે મેસેજ આપવાનો પ્રયત્ન કર્યો છે પણ સ્ક્રીપ્ટિંગ બહું જ પૂઅર છે ફર્સ્ટ હાફ તો ઠીકઠાક છે પણ ખરું કારણ ફની મોમેન્ટ્સ છે લવીડવી મોમેન્ટ્સ છે પણ સેકેન્ડ હાફ બહું જ સ્ક્રેપી છે. બાકી સોનમ કપૂર તો સોનમ કપૂર છે તેનું સૌથી બેસ્ટ કામ ઇન્સ્ટાગ્રામના પિક્ચર્સમાં લાગે છે અને તે ત્યાં જ સૌથી બેસ્ટ હોય છે

sonam kapoor bollywood movie review bollywood bollywood events bollywood gossips bollywood news