સાહેબ, બીવી ઔર ગૅન્ગસ્ટર - મજબૂત પટકથા, ચોટદાર સંવાદો

01 October, 2011 09:28 PM IST  | 

સાહેબ, બીવી ઔર ગૅન્ગસ્ટર - મજબૂત પટકથા, ચોટદાર સંવાદો

 


Rating :

 

ફિલ્મમાં સાહેબ (જિમી શેરગિલ) નામ અને પૈસો બન્ને ગુમાવી ચૂકેલી વ્યક્તિ છે અને વૈભવી જીવનશૈલી જાળવી રાખવા માટે તેણે ક્રિમિનલ પ્રવૃત્તિ કરવી પડતી હોય છે. સંજોગોના મારને કારણે તેનું સ્વમાન ભાંગી પડ્યું હોય છે. આ સંજોગોમાં તેની મિસ્ટ્રેસ મહુઆ અને વિશ્વાસપાત્ર નોકર સમયાંતરે તેનો ખોટો ઈગો સંતોષતાં હોય છે અને આ રીતે પોતાનું કામ કઢાવી લેતાં હોય છે.


બીવીના રોલમાં છે માહી ગિલ. તે માનસિક રીતે થોડી અસંતુલિત હોય છે અને તેને પતિના આકર્ષણનું કેન્દ્ર બનવું હોય છે, પણ તેનો પતિ મહુઆના આકર્ષણમાં બંધાયેલો હોય છે. આ સંજોગોમાં એન્ટ્રી થાય છે બબલુ (રણદીપ હૂડા)ની. તે એક ખાસ હેતુથી બીવીના જીવનમાં આવે છે, પણ સંજોગોને કારણે તે બીવીના પ્રેમમાં પડી જતાં બધો પ્લાન ફ્લૉપ થઈ જાય છે અને નવી સમસ્યાઓની શરૂઆત થઈ જાય છે. બીવીને માત્ર શારીરિક સંબંધોનું આકર્ષણ હોય છે જ્યારે બબલુને કંઈક વિશેષ જોઈએ છે.


ફિલ્મના સંવાદો અત્યંત જોરદાર છે અને એ માટે એના લેખકની પીઠ થાબડવી જ પડે. ફિલ્મમાં રણદીપ હૂડા અને જિમી શેરગિલે સારો અભિનય કર્યો છે. રણદીપને હજી આવા મજબૂત રોલ મળવા જોઈએ. ફિલ્મમાં માહી હૉટ લાગે છે, પણ અભિનયને મામલે ઍવરેજ સાબિત થઈ છે. જોકે આમ છતાં ‘સાહેબ, બીવી ઔર ગૅન્ગસ્ટર’ એક સારી ફિલ્મ બની શકી છે.


- શુભા શેટ્ટી-સહા