જાણો RJ હર્ષિલે આયુષ્માનની ફિલ્મ આર્ટિકલ 15ને આપ્યા કેટલા સ્ટાર?

28 June, 2019 04:57 PM IST  |  અમદાવાદ | આર.જે. હર્ષિલ

જાણો RJ હર્ષિલે આયુષ્માનની ફિલ્મ આર્ટિકલ 15ને આપ્યા કેટલા સ્ટાર?

જાણો RJ હર્ષિલને કેવી લાગી ફિલ્મ આર્ટિકલ 15

અમુક ફિલ્મો બ્યુટિફુલ હોય, અમુક ફિલ્મો બેલેન્સ્ડ હોય...મસાલા હોય પણ આયુષ્માન ખુરાના વાળી અનુભવ સિન્હાની આર્ટિકલ 15 એક બ્રેવ ફિલ્મ છે. કાસ્ટ ડિસ્ક્રીમિનેશનના સબ્જેક્ટ પર બનેલી. ઋષિ કપૂર અને તાપસી પન્નુની ફિલ્મ મુલ્ક જેવી સેન્સિબલ ફિલ્મ. બળાત્કાર અને ઑનર કિલિંગનું નામ આપીને સામાજિક મુદ્દો બનાવીને દબાવી દેવયા છે અને ભુલાવી દેવાય છે. લોકોના નામ મહત્વના નથી, કપાળે લખાયેલી કાસ્ટથી વર્તન થાય છે. આપા દેશ અને ઘરોમાં આભડછેટ હજી પણ કેટલી મોટું દુશ્મન છે તે પણ છતું થાય છે.

રાજકારણીનો શું છે? દલિતોના ખભે ચડીને બેસવુ છે અને પછી એમને લાત મારી દેવી છે એવું કહેતી આર્ટિકલ 15 એક બ્રેવ એફર્ટ છે. આર્ટિકલ 15માં કહેવાયું છે સૌને સમાનતાનો હક છે. કદાચ ફિલ્મ વધુ ડીપ નથી ઓર સ્લો છે. પણ આ શરૂઆત છે. આ ભારતનું રિઆલિટી ચેક છે.

પોલીસ ઓફિસર્સની પોતાની કાસ્ટ અને એમણે કઈ પાર્ટીને મત આપ્યો છે એ કહેતો સીન અદ્ભૂત છે. આયુષ્માનના સારા પર્ફોર્મન્સની આ હેટ્રિક છે. સાથે સપોર્ટિંગ કાસ્ટ કુમુદ મિશ્રા, સયાની ગુપ્તા, મનોજ પાહવા આયુષ્માનને તગડી સ્પર્ધા આપી રહ્યા છે.

"હમ કભી હરિજન હો જાતે હૈ, કભી બહુજન હો જાતે હૈ, બસ જન નહીં બન પા રહે હૈ કી જન ગણ મન મેં હમારી ગિનતી હગો જાયે."

હીરો નહીં ચાહિયે, બસ ઐસે લોગ ચાહીયે જો હીરો કા વેઈટ ના કરે.

સિનેમેટોગ્રાફર ઈવાન મુલિગન અને નાગેશ ધકાડેનું બેકગ્રાઉન્ટ સ્કોર, બંનેનું કામ ખૂબ જ સરસ છે.

આ પણ વાંચોઃ જ્યારે આયુષ્માનને આઈબ્રોના કારણે થવું પડ્યું પરેશાન

આર. જે. હર્ષિલનું રેટિંગઃ ફિલ્મને 4/5 સ્ટાર

ayushmann khurrana movie review