Commando 3 Movie Review: વિદ્યુતનું એક્શન ઢાંકી દે છે બધી ખામીઓને

29 November, 2019 03:33 PM IST  |  Mumbai | Parag Chhapekar

Commando 3 Movie Review: વિદ્યુતનું એક્શન ઢાંકી દે છે બધી ખામીઓને

કમાન્ડોનું વાંચો રિવ્યૂ

એક્શન ફિલ્મો એક્શમ ફિલ્મો એટલા માટે કહેવાય છે કારણ કે તેમાં એક્શન હોય છે અને જ્યાપે ફિલ્મ બનાવવામાં આવે છે, તેની જાહેરાત પહેલેથી જ કરવામાં આવી હોય તો તેમાં વાર્તા શોધવી તર્કસંગત નહીં હોય. હા, જો એક્શન ફિલ્મમાં કહાની પણ જોરદાર હોય તો મજા આવી જાય, પરંતુ નિર્દેશક આદિત્ય દત્તે વાર્તા કરતા એક્શન પર વધુ ભરોસા કરવાનું વધારે મુનાસિબ માન્યું, કારણ કે તેમની પાસે હતા વિદ્યુત જામવાલ.

કહાની કાંઈક આવી છે કે એક આતંકવાદી ભારતમાં 9/11 જેવી ઘટનાને અંજામ આપવા માંગે છે અને એક કમાંડો કેવી આ ઘટનાને થવાથી રોકે છે. બસ આટલી જ કહાનીના ભરોસે આખી ફિલ્મનું નિર્માણ કર્યું છે. વિદ્યુત જામવાલના એક્શન સીન્સ જોવા જેવા છે. આજના સૌથી મોટા એક્શન સ્ટાર છે. જેવી સહજતાથી તેઓ એક્શન સીન કરે છે એ રીતે લાગે છે કે તેઓ રોજ સ્ટંટ કરે છે. એટલે કે કિરદારમાં વિશ્વનિયતા જગાવી દે છે.

જો પર્ફોર્મન્સની વાત કરીએ તો વિદ્યુત જામવાલ પુરી ફિલ્મને પોતાના એક્શનના કારણે જોવાલાયક બનાવે છે. અદા શર્માનો કૉમિક અંદાજ મજેદાર છે. તેમના અને અંગિરાના એક્શન અપ્રત્યાશિત હતા. કુલ મળીને એ કહીએ કે એ કહેવું ખોટું નહીં હોય કે, આદિત્ય સ્ક્રીન પર થોડું વધુ કામ કરી લેત. સ્પેશિયલ ઈફેક્ટ ખૂબ જ ઓછું હોય છે. જ્યારે કલાકાર સારા હોય. પ્રોડક્શન ગ્રાન્ડ હોય. રિલીઝ સારી હોય તો એવામાં કહાનીમાં ઉતાર-ચઢાવ હોય તો મામલો વધુ સારો હતો.

જો તમે એક્શન ફિલ્મોના હાર્ડકોર ફેન છે અને વિદ્યુત જામવાલના એક્શન તમને લોભાવે છે તો તમારે આ ફિલ્મ જોવી જોઈએ. વિદ્યુતના એક્શંસ ખરેખર જોવા લાયક છે. ફિલ્મની સારી ખામીઓ તેવો પોતાના એક્શનથી ઢાંકી દે છે.સાથે જ અંગિરા અને અદાના એકશન્સ પણ તડકા લગાવવાનું કામ કરે છે.

કલાકાર- વિદ્યુત જામવાલ, અદા શર્મા, અંગિરા ધર, ગુલશન દેવૈયા

નિર્દેશક- આદિત્ય દત્ત

નિર્માતા- વિપુલ અમૃતલાલ શાહ, રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ

વર્ડિક્ટ - 3 સ્ટાર્સ

vidyut jamwal entertaintment