Movie Review: Total Dhamaal ફિલ્મમાંથી ધમાલ ગાયબ, મળ્યા આટલા સ્ટાર

22 February, 2019 03:37 PM IST  |  | પરાગ છાપેકર

Movie Review: Total Dhamaal ફિલ્મમાંથી ધમાલ ગાયબ, મળ્યા આટલા સ્ટાર

મૂવી રિવ્યુ: ટોટલ ધમાલ

ફિલ્મ - ટોટલ ધમાલ (Total Dhamaal)

સ્ટાર કાસ્ટ: અજય દેવગન, માધુરી દીક્ષિત, અર્શદ વારસી, જાવેદ જાફરી, અનિલ કપૂર, રિતેશ દેશમુખ, ઈશા ગુપ્તા વગેરે

દિગ્દર્શક: ઈન્દ્ર કુમાર

નિર્માતા: ફોક્સ સ્ટાર, અજય દેવગન ફિલ્મ્સ, ઈન્દ્ર કુમાર, અધિકારી બ્રધર્સ વગેરે.

કોઈપણ મોટી ફિલ્મની ફ્રેન્ચાઇઝી બનાવવાનું કોઈ પડકાર કરતાં ઓછું નથી. કારણ કે પ્રેક્ષકોની અપેક્ષાઓ ફિલ્મ સાથે જોડાયેલી છે. તાજેતરમાં એક વલણ બની ગયું છે કે જો મૂવી હિટ થશે, તો તેની સિક્વલ પણ બનાવવામાં આવશે. પરંતુ એ જરૂરી નથી કે સિક્વલમાં એટલો મનોરંજન હોય જેટલો ફિલ્મના પહેલા ભાગમાં રહ્યો છે. એવું જ ઈન્દ્ર કુમાર દિગ્દર્શીત ફિલ્મ ટોટલ ધમાલ સાથે થયું છે.

ટોટલ ધમાલમાં ધમાલ તો છે પરંતુ કન્ફ્યુઝન પણ ઓછું નથી. સમજો કે ઈન્ટરવલ સુધી બધા કલાકારોની ઓળખ કરવામા અમે એને સ્થાપિત કરવામાં ઘણો સમય નીકળી જાય છે. અને ફિલ્મ પૂરી રીતે થાકવા લાગે છે. ઈન્ટરવલ સુધી કદાચ જ કોઈ ડાયલોગ હશે જેના પર તમે હંસી શકો છો. ઈન્ટરવલ સુધી ફિલ્મ ઘણી કંટાળાજનક છે. ઈન્ટરવલ બાદ લાગ્યુ કે સેકન્ડ હાફમાં ફિલ્મ કદાચ સમજાય પણ ફિલ્મની ગતિમાં મનોરંજન કઈક ખોવાઈ ગયું હોય.

અભિનયની વાત કરીએ તો અજય દેવગન, જાવેદ જાફરી, સંજય મિશ્રા, રિતેશ દેશમુખ તેમના લાગતાવળગતા ભૂમિકાઓ દેખાયા છે. માધુરી દીક્ષિત અને અનિલ કપૂરને સ્ક્રીન પર જોવાનું પસંદ કરે છે. અન્ય પાસાઓ વિશે વાત કરીએ તો ફિલ્મની સિનેમેટોગ્રાફી કમાલની છે. પણ ફિલ્મની એડિટીંગ ઘણી ઢીલી છે. 

કુલ મળીને ટોટલ ધમાલ એક એવરેજ ફિલ્મ છે. જો તમે આ કલાકારોના બહુ જ ફૅન છો તો તમે આ ફિલ્મ જોઈ શકો છો. 

રેટિંગ: પાંચમાંથી મળ્યા દોઢ સ્ટાર

ajay devgn arshad warsi madhuri dixit anil kapoor javed jaffrey indra kumar movie review film review bollywood news