Movie Review: મણિકર્ણિકામાં દમદાર એક્શન, નબળું પ્રેઝન્ટેશન

25 January, 2019 11:03 AM IST  |  | પરાગ છાપેકર

Movie Review: મણિકર્ણિકામાં દમદાર એક્શન, નબળું પ્રેઝન્ટેશન

કંગનાએ ફરી સાબિત કર્યું તે એક શાનદાર એક્ટ્રેસ છે

સ્ટારકાસ્ટઃકંગના રનૌત, અતુલ કુલકર્ણી, અંકિતા લોખંડે, ડૈની ડેન્ગઝોંગ્પા, જિસ્સુ સેનગુપ્તા

ડિરેક્ટરઃ કંગના રનૌત, રાધાકૃષ્મ, જગરલામૂડી

પ્રોડ્યુસરઃ કમલ જૈન અને નિશાંત પિટ્ટી

મણિકર્ણિકાઃ ધ ક્વીન ઑફ ઝાંસી એક ઐતિહાસિક ફિલ્મ છે, જેને બનાવવામાં કંગના રનૌત સફળ થયા છે. રાણી લક્ષ્મીબાઈના સાહસ અને બલિદાનની વાતને સુંદર રીતે સિલ્વર સ્ક્રીન પર રજૂ કરતી મણિકર્ણિકા ભવ્ય અને શાનદાર ફિલ્મ છે. એઝ એન એક્ટર અને ડિરેક્ટર કંગના આ ફિલ્મમાં સફળ દેખાય છે. ખાસ વાત એ છે કે જબરસ્ત વિઝ્યુલ્સ ક્રિએટ કરવામાં પણ કંગના સફળ રહી છે. બિગ સ્ક્રીન પર ફિલ્મ જોઈને દર્શકમાં દેશભક્તિનો જુસ્સો જન્મે છે. પરંતુ કેટલીક બાબતો એવી છે જે ફિલ્મમાં ખટકે છે. જેમ કે રાણી લક્ષ્મીબાઈની ગૌરવગાથાવાળી કવિતા 'ખૂબ લડી મર્દાની, વો તો ઝાંસીવાલી રાની થી' આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ. ફિલ્મ ફક્ત આ કવિતાની જ આસપાસ ફરે છે. તેને વધુ ઈન્ફોર્મેટિવ નથી બનાવાઈ.

ફિલ્મની શરૂઆત બોલીવુડના શહેનશાન અમિતાભ બચ્ચના વોઈસ ઓવરથી થાય છે. રાણી લક્ષ્મીબાઈના સાહસ અને બલિદાનને દર્શાવતી આ ફિલ્મમાં લક્ષ્મીબાઈની શૌર્યગાથા શાનદાર રીતે દર્શાવાઈ છે. પરંતુ આ ભવ્ય ફિલ્મમાં રિસર્ચની અછત દેખાઈ આવે છે. રાણી લક્ષ્મીબાઈ વિશે જે માહિતી બધા જ જાણે છે તેને જ ફિલ્મમાં દર્શાવાઈ છે. જો રિસર્ચ વધુ થયું હોત તો ફિલ્મ વધુ સારી બની શકત. સ્ક્રીનપ્લે પર પણ વધુ કામ કરી શખાય તેમ છે. જો કે ડિરેક્ટર તરીકે પહેલા પ્રયત્નમાં કંગના રનોત સફળ દેખાય છે.

ફિલ્મમાં વધુ એક વાદ જે ખટકે છે એ છે પહેલા ગીત બાદ જ્યારે રાણી ગ્વાલિયરમાં લોકો વચ્ચે પહોંચે છે, ત્યારે ગીતના શબ્દો યોગ્ય નથી. સાથે જ ડાન્સ પણ દર્શકોને કનેક્ટ નથી કરી શક્તો. વિઝ્યુઅલ્સ મંત્રમુગ્ધ જરૂર કરે છે, પરંતુ દર્શકો તેને સ્વીકારી નથી શક્તા. પરંતુ કહી શકાય કે કંગનાના કરિયરની આ સૌથી મોટી ફિલ્મ છે, જેમાં તે મહદ્ અંશે સફળ દેખાઈ રહી છે.

વાત પર્ફોમન્સની કરીએ તો રાણી લક્ષ્મીબાઈના પાત્રમાં કંગના રનૌત એક્ટર તરીકે જબરજસ્ત દેખાઈ રહી છે. તો ઝલકારી બાઈના પાત્રમાં અંકિતા લોખંડે પણ જામે છે. પહેલી ફિલ્મમાં તે પોતાની હાજરી નોંધવના મજબૂર કરે છે. પેશવાના રોલમાં સુરેશ ઓબેરોય, રાજગુરુ તરીકે કુલભૂષણ ખરબંદા, ગૌસ બાબાના રોલમાં ડેની ડેંગ્ઝોપ્પા અને સદાશિવના રોલમાં મોહમ્મદ જીશાન અય્યુબ હંમેશની જેમ પ્રભાવિત કરે છે.

આ પણ વાંચોઃ મને નિષ્ફળ જોવા માટે ઘણા લોકો રાહ જોઈ રહ્યા છે : કંગના રનોટ

સરવાળે કહીએ તો મણિકર્ણિકા એક ઐતિહાસિક ફિલ્મ છે, જે રાણી લક્ષ્મીબાઈના સાહસ, બલિદાન અને શૌર્યગાધાને પડદા પર સારી રીતે દર્શાવાઈ છે. ફિલ્મ ભવ્ય જરૂર છે પરંતુ મહાન નથી. એક વખત જોઈ શકાય.

મિડ ડે મીટરઃ 3*/5*

kangana ranaut atul kulkarni