ફોર્સ - સીટ સાથે જકડી રાખે છે

01 October, 2011 09:27 PM IST  | 

ફોર્સ - સીટ સાથે જકડી રાખે છે



Rating :

 

ફિલ્મમાં એસીપી યશવર્ધન (જૉન એબ્રાહમ) પોતાની ફરજ પ્રત્યે એટલો જાગૃત છે કે તે પ્રેમ જેવા કોઈ બંધનમાં બંધાઈને ડ્યુટીમાં અવરોધ ઊભો કરવા નથી માગતો. એસીપી યશવર્ધનના જીવનમાં એક દિવસ માયા (જેનિલિયા ડિસોઝા)નો પ્રવેશ થાય છે જેના પ્રેમના એકરાર સામે યશવર્ધન નમી જાય છે. યશની આ ફરજનિષ્ઠા ડ્રગના વ્યવસાયમાં પોતાનું શાસન જમાવવા માગતા વિલન (વિદ્યુત જામવાલ)ને અડચણરૂપ સાબિત થતી હોવાને કારણે તેમની વચ્ચે દુશ્મની થઈ જાય છે.

આ પહેલાં પણ આ પ્રકારની વાર્તા ધરાવતી ફિલ્મો આવી ગઈ છે, પણ ‘ર્ફોસ’ની આગવી ટ્રીટમેન્ટ તમને સતત સીટ પર જકડી રાખશે. આ ફિલ્મના
ઍક્શન-દૃશ્યો જેટલાં રસપ્રદ છે એટલા જ મજેદાર રોમૅન્ટિક સીન છે. આ ફિલ્મ ‘સરફરોઝ’ની નિષ્ઠાની યાદ અપાવે છે. જોકે એ ફિલ્મમાં એસીપી રાઠોડના રોલમાં આમિર ખાન હતો, જ્યારે અહીં જૉન છે. જૉને આ રોલને ન્યાય આપવામાં આકરી મહેનત કરી છે. વિલન તરીકે વિદ્યુત જામવાલનો ગેટ-અપ ભલે બિહામણો ન હોય, પણ તેની ઍક્ટિંગ દમદાર છે. આમ ‘ર્ફોસ’ને પૈસા વસૂલ ફિલ્મ ગણી શકાય.

- શુભા શેટ્ટી-સહા