ફિલ્મ રિવ્યુઃ સુપર નાની

31 October, 2014 10:00 AM IST  | 

ફિલ્મ રિવ્યુઃ સુપર નાની


પ્રકારઃ કોમેડી/ડ્રામા


કાસ્ટઃ રેખા,શરમન જોશી,રણધીર કપૂર,રાજેશ કુમાર,અનુપમ ખેર,શ્વેતા કુમાર


રેટિંગઃ *


ફિલ્મ જોયા પછી એવુ જરૂર લાગે ફિલ્મ કરતા તેનો પ્રચાર વધારે સારો હતો.સાવ બકવાસ ગણાવી શકાય તેવી આ ફિલ્મ રેખા જેવી દિગ્ગજ અભિનેત્રીએ કેવી રીતે સાઈન કરી તે પણ એક મોટો પ્રશ્ન છે.આ ફિલ્મમાં રેખા ભારતીના પાત્રમાં છે.જેણે આખી જીંદગી પોતાના પતી આર.કેની સાળ સંભાળ રાખી છે.સમયની સાથે ભારતીનો પરિવાર પોતાના કામમાં ડૂબી જાય છે.અને બધા એવુ જ માને છે કે ભારતી એટલે કે રેખાની જગ્યા માત્ર કિચનમાં છે.ભારતીને તેનો પરિવાર જૂના જમાનાની સ્ત્રીમાં ગણી નાંખે છે અને ઘણીવાર તેનુ અપમાન કરી બેસે છે.ત્યારબાદ ફિલ્મમાં એન્ટ્રી થાય છે ભારતીના ભાણીયા મનની.શરમન જોશી મનના પાત્રમાં છે.મનથી પોતાની નાની ઉપેક્ષા જોઈ શકાતી નથી.બધાની આંખો ખોલવા માટે તે એક પ્લાન ઘડે છે.તેનો પ્લાન એ હોય છે કે તે પોતાની નાનીને મોડલ બનાવશે.ત્યારબાદ રેખા પણ નવા લૂકમાં જોવા મળે છે.મન ભારતી ભાટિયા એટલે કે રેખાના મનમાં સ્વાભિમાન જગાવે છે.મન પરિવારમાં રેખાની જગ્યાને ફરીથી બેઠી કરે છે.

ભારતી ભાટિયાના પાત્રમાં રેખાનો રોલ વધારે દમદાર છે.ફિલ્મ તેના પર જ નિર્ભર છે.રેખાએ પોતાના પાત્રને સારો એવો ન્યાય આપ્યો છે.બીઝનેસ મેન આર.કે.ભાટીયાના રોલમાં રણધીર કપૂર છે.રિયાના પાત્રમાં શ્વેતા કુમાર છે.જે ઈંદ્ર કુમારની દિકરી છે.તેને નામ માત્ર જ જગ્યા મળી છે.તે લોકોનુ ધ્યાન ખેંચવામાં નિષ્ફળ રહી છે.અનુપમ ખેર પણ ખાસ કંઈ અસર નથી છોડી શક્યા.શ્રેયા નારાયણ ફિલ્મમાં વહુની ભૂમિકામાં છે.ગ્રેડ શેડને તેમણે સારો ન્યાય આપ્યો છે.ફિલ્મોમાં ગીતો પણ છે પણ તે ગીતોનો ઉલ્લેખ ન કરીએ તો જ સારુ.સુપરનાનીને ફિલ્મ જ નહી કહી શકાય તેટલી બકવાસ આ સ્ટોરીલાઈન પર ઈંદ્ર કુમાર જેવા નિર્દેશકે ફિલ્મ નિર્માણ કર્યુ તે જ બહુ વિચારવા જેવી વાત છે.