ફિલ્મ રિવ્યુ : આ ‘પિન્ટો’એ તો ગુસ્સો અપાવ્યો

15 October, 2011 07:02 PM IST  | 

ફિલ્મ રિવ્યુ : આ ‘પિન્ટો’એ તો ગુસ્સો અપાવ્યો

 

 

Rating :

 

- અર્ચિત એ. મહેતા

કૉમેડી ફિલ્મ કેવી ન હોવી જોઈએ એનું ઉદાહરણ આપતી ‘માય ફ્રેન્ડ પિન્ટો’ એક ટોટલ ડિઝૅસ્ટર

બૉલીવુડમાં ‘કૉમેડી ઑફ એરર્સ’ એટલે કે ગેરસમજણ કે ભૂલોની ચેઇન-રીઍક્શનને કારણે થતી કૉમેડી પ્રકારની ફિલ્મોમાં ‘અંગૂર’, ‘જાને ભી દો યારોં’ અને ‘હેરાફેરી’ જેવી ફિલ્મો એટલું ઊંચું સ્થાન ધરાવે છે કે આ પ્રકારની કોઈ પણ નવી ફિલ્મ આવે તો એની સીધી સરખામણી એની સાથે થાય જ. ‘માય ફ્રેન્ડ પિન્ટો’ પણ આ પ્રકારની ફિલ્મ તો છે જ, પણ લાગે છે કે નવોદિત રાઇટર-ડિરેક્ટર રાઘવ દર અને પ્રતીક બબ્બરને આવી અસંખ્ય ફિલ્મો બનાવવી પડશે, તો જ તેઓ એક્સપર્ટ ગણાતી ફિલ્મોની નજીક પણ આવી શકે.

ગોવાના નાનકડા ગામથી માઇકલ પિન્ટો (પ્રતીક) તેની મમ્મીના અવસાન પછી એકમાત્ર મિત્ર સમીર (અજુર્ન માથુર)ને મળવા માટે મુંબઈ આવે છે, પણ ૩૧ ડિસેમ્બરની આ રાત માઇકલ માટે અલગ જ ભાગ્ય લખાવીને આવી હોય છે. તે એક પછી એક એવા માણસો અને ઘટનાઓનો અનુભવ કરે છે જે તેની સાથે-સાથે તે માણસો માટે પણ લાઇફ-ચૅન્જિંગ રહે છે.

આ પ્રકારની ફિલ્મનો મૂળભૂત ભાગ સ્ક્રિપ્ટ ગણવામાં આવતો હોય છે અને એમાં જરાપણ ભૂલ થાય તો એમાં કોઈ પ્રકારની છટકબારી ન મળી શકે. આ ફિલ્મ શરૂઆત સારી કરે છે. ત્યાર પછી સ્ટોરી તો આગળ વધે છે, પણ એમાં કૉમેડી ભાગ્યે જ જોવા મળે છે. નવાં-નવાં પાત્રો પણ આવીને કન્ફ્યુઝનમાં વધારો જ કરે છે. ડિરેક્ટર તરીકે રાઘવ દર એટલો નિષ્ફળ નથી રહેતો જેટલો તે રાઇટર તરીકે રહે છે. અમુક અઘરી બાબતોનો તેણે ઉમેરો કયોર્ છે, પણ એ અસરકારક ત્યારે લાગે જ્યારે સ્ટોરીમાં પ્રેક્ષકોનો રસ રહ્યો હોય.

પ્રતીકની ગાડી રિવર્સ ગિયરમાં જઈ રહી હોય એવું લાગી રહ્યું છે. ‘આરક્ષણ’માં તે અસરકારક નહોતો, તો આ ફિલ્મની મુખ્ય જવાબદારી તેના ખભે હોવા છતાં તે એવો પફોર્ર્મન્સ નથી આપી શકતો કે જે તેને જે પ્રકારની વાહવાહી મળે છે એને સાચી સાબિત કરી શકે. કૅમેરાનું ફોકસ તેની ઍક્ટિંગનો સૌથી નબળો ભાગ છે. કલ્કી કોચલિન મહેમાન કલાકાર જેટલી સીમિત છે અને એટલે જ ફિલ્મની મજા વધારે બગડી જાય છે. તેની કક્ષાની ઍક્ટ્રેસનો રોલ વધુ સ્ટ્રૉન્ગ બનાવવો જરૂરી હતો. મકરંદ દેશપાંડે જેવા થિયેટરના ટોચના કલાકારનું પાત્ર પણ ઘણું નબળું છે. અજુર્ન માથુર અને શ્રુતિ સેઠ સારું કામ આપવામાં સફળ થયાં છે.

પ્રતીકની મમ્મી સ્મિતા પાટીલે વષોર્ પહેલાં ‘આલ્બર્ટ પિન્ટો કો ગુસ્સા ક્યોં આતા હૈ?’માં કામ કર્યું હતું અને ફિલ્મનાં ક્રિટિકલી ઘણાં વખાણ કરવામાં આવ્યાં હતાં, પણ ‘માય ફ્રેન્ડ પિન્ટો’નો ખુશ રહેવાની કોશિશ કરનારો ‘પિન્ટો’ દરેક દર્શકને ગુસ્સે કરશે.