ફિલ્મ રિવ્યુઃ હેપ્પી એન્ડિંગ

21 November, 2014 11:17 AM IST  | 

ફિલ્મ રિવ્યુઃ હેપ્પી એન્ડિંગ




પ્રકારઃ કોમેડી

ડાયરેક્ટરઃ રાજ નિદિમોરુ અને ક્રિષ્ના ડીકે

કાસ્ટઃ સૈફ અલી ખાન,ગોવિંદા,ઈલેના ડિક્રુઝ,કલ્કી કોચલીન અને રણવીર શૌરી

રેટિંગઃ 2.5

અજય બ્રહ્માત્મજ

હૈપ્પી એન્ડિંગ પણ આ જ ઘરેડમાં બનેલી ફિલ્મ છે.રાજ અને ડિકે અત્યારસુધી થ્રિલર ફિલ્મો જ બનાવતા આવ્યા છે.આ વખતે તેમણે રોમેન્ટિક કોમેડી પર હાથ અજમાવ્યો છે.ફિલ્મમાં સૈફ અલી ખાન,ઈલેના ડિક્રુઝ અને કલ્કિ કોચલીન,ગોવિંદા જેવા કલાકારો છે.

યૂડી બેસ્ટ સેલર છે.તેના પુસ્તકે નવો કિર્તીમાન સ્થાપિત કર્યો છે.તેમ છત્તાં સાચો આનંદ ન મળી શકવાને કારણે તે છેલ્લા ઘણા સમયથી કંઈ પણ લખી શકતો નથી.પોતાની શોહરત અને કમાણીનો ઉપયોગ તે અય્યાશીમાં કરે છે.તેની અનેક પ્રેમિકાઓ હોય છે.તે કોઈના પણ પ્રત્યે સમર્પિત કે વફાદાર નથી.તે પ્રેમીકાઓનો આઈ લવ યુ શબ્દ સાંભળીને થાકી ગયો હોય છે.આ જ કારણે તેની એક પ્રેમીકા બીજા છોકરા સાથે લગ્ન કીરને બે બાળકોની મા બની જાય છે.તે સમયે વિશાખા તેની પર નજર રાખી રહી હોય છે.યૂડી તેની સાથે સંબંધ તોડવા ઈચ્છે છે.આ બધાની વચ્ચે નવી લેખિકા આંચલનુ આગમન થાય છે.આંચલની લોકપ્રિયતાથી યૂડી અસુરક્ષિતતા અનુભવે છે.પરિસ્થિતિ એવી સર્જાય છે કે તે આંચલને પ્રેમ કરવા લાગે છે.પરંતુ આંચલ તેની સાથે એવો જ વ્યવહાર કરે છે જેવો તે પોતાની પ્રેમિકાઓ સાથે કરતો હોય છે.

હેપ્પી એન્ડિંગમાં હિન્દી ફિલ્મોના એક સ્ટાર અરમાન પણ છે,જે પોતાની નવી ફિલ્મ માટે નવી કહાની ઈચ્છે છે.તેની મુલાકાત યૂડી સાથે થાય છે.યૂડીના પ્રકાશક ઈચ્છે છે કે તે અરમાન માટે કોઈ કહાની લખે.અહી પણ યૂડીને હેપ્પી એન્ડિંગ નથી મળતો.સાચા હેપ્પી એન્ડિંગની શોધમાં યૂડી હિંદી ફિલ્મોની ફોર્મૂલાને અજમાવવાનુ શરૂ કરે છે.

કલાકારોમાં સૈફ અલી ખાન પોતાની એકટિંગ ઝોનમાં છે.કન્ફયુઝનવાળી ભૂમિકાને તે પડદા પર સારી રીતે ઉતારે છે.ઈલેના ડિક્રુઝે પોતાની ભૂમિકાને સંયમ અને શાલીનતાથી નિભાવી છે.તે સતત ઈમ્પ્રુવ કરી રહી છે.કલ્કિ કોચલીન સારી અભિનેત્રી છે,પણ આ ભૂમિકામાં તે જામતી નથી.ફિલ્મમાં આકર્ષણ ગોવિંદા છે.તે પોતાની અદાઓથી મુગ્ધ કરે છે.ડાયરેકટરે તેને ઓછો ડાન્સ કરાવ્યો હોત તો તેની કળાનો વધારે ઉપયોગ થઈ શક્યો હોત.

ફિલ્મ મજેદાર વાત એ છે કે અંગ્રેજીમાં લખાયેલા ઉપન્યાસ વિદેશમાં વસતા ભારતીય લેખકો હિંદીમાં બોલે છે.આપણને એ વાતની કાયમ ફરિયાદ હોય છે કે હિન્દી ફિલ્મોના કલાકાર અને ટેકનિશયનો ભલે હિંદી ફિલ્મ બનાવે પરંતુ તેમનો સંપર્ક અને વ્યવહાર અંગ્રેજી ભાષામાં હોય છે.અહીં લેખન,પ્રકાશન અને સમાજ અંગ્રેજીનો હોય છે,પરંતુ તે હિંદી બોલે છે અને હિંદીમાં ગીતો ગાય છે.લેખક-નિર્દેશકે એ વાતનો ખ્યાલ રાખવા જેવો હતો કે આવી વિસંગતિઓ સાથે બનાવવામાં આવેલી કહાની દર્શકો સાથે નથી જોડાઈ શકતી.આ પાત્રો મુંબઈ કે દિલ્હીના હોત તો કહાની વિશ્વસનીય લાગત.