Kesari Movie Review: 21 યોદ્ધાઓની બલિદાનની કથા, મળ્યા આટલા સ્ટાર્સ

21 March, 2019 08:24 AM IST  | 

Kesari Movie Review: 21 યોદ્ધાઓની બલિદાનની કથા, મળ્યા આટલા સ્ટાર્સ

કેસરી

ફિલ્મ - કેસરી

સ્ટાર કાસ્ટ - અક્ષયકુમાર, પરિણીતી ચોપડા, મીર સરવર, વંશ ભારદ્વાજ

નિર્દેશક - અનુરાગ સિંહ

નિર્માતા - ધર્મા પ્રોડક્શન, કેપ ઑફ ગોટ ફિલ્મસ, અજૂરે એન્ટરટેઈનમેન્ટ

છેલ્લા ઘણા સમયથી દેશ ભક્તિની ફિલ્મોની લગભગ પરંપરા બની ગઈ છે આ સાંકળને નિર્દેશક અનુરાગ સિંહની ફિલ્મ કેસરી આગળ વધારી રહી છે. આ વાર્તા છે અંગ્રેજી હુકુમતના સમયની. આ બેટલ ઑફ સારાગઢીના નામથી ઓળખાય છે,જે 12 સપ્ટેમ્બર 1897માં બ્રિટિશ અને અફઘાન ઓરેકલ જાતિઓ વચ્ચે લડ્યું હતું. તે હવે પાકિસ્તાનમાં નોર્થ-વેસ્ટ ફ્રન્ટિયર પ્રાંત (ખૈબર-પખ્તુનક્વા)માં થયું. ત્યારબાદ સિખ બ્રિટીશ આર્મીમાં 36 સિખ રેજિમેન્ટની ચોથી બટાલિયન હતી, જેમાં 21 સિખ હતા જેના પર 10000 અફઘાનોએ હુમલાઓ કર્યો હતો. સિખોના નેતૃત્વ કરી રહેલા ઈશર સિંહે મૃત્યુ સુધી લડવાનું નક્કી કર્યું. આ લશ્કરી ઈતિહાસમાં ઈતિહાસના સૌથી મહાન યુદ્ધોમાંથી એક માનવામાં આવે છે.

કહેવામાં આવે છેકે તે સમયે બ્રિટિશ સંસદમાં ફણ સારાગઢીના જવાનોના સમ્માનમાં 2 મિનિટ મૌન રાખાવામાં આવતી. આ ઐતિહાસિક ઘટના પર આધારિત ફિલ્મ છે કેસરી. નિર્દેશક અનુરાગ સિંહે ફિલ્મની દરેક ફ્રેમ પર પોતાની પકડ બનાવી રાખી. જોકે ફિલ્મની કથાનું વિસ્તાર કરવું મુશ્કેલ કામ હતું પરંતુ સારી સ્ક્રીનપ્લેના કારણે ફિલ્મ તમને એક પણ મિનિટ માટે નથી છોડતી. ફિલ્મ જે ભવ્યતાથી બનાવી છે તે દૃશ્ય તમને મંત્રમુગ્ધ કરી દે છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી કમાલની છે. એડિટિંગ ડિપાર્ટમેન્ટ જો એને 20 મિનિટ કાપી નાખતે તો કદાચ ફિલ્મ હજી પણ રોચક બની શકતે.

દિગ્દર્શક અનુરાગ સિંહે યુદ્ધ આધારિત ફિલ્મમાં રમૂજનો ઉપયોગ કર્યો તે રીતે, તે યોગ્ય છે. અને સૌથી મોટી વાત બ્રિટિશ ઈન્ડિયાની ફોજ હોવા છતાં જે રીતે અનુરાગે એમાં આજના પરિપેક્ષમાં દેશ પ્રેમને પરોવ્યો છે, તે ખરેખર પ્રશંસાપાત્ર છે.

એકંદરે કેઝરી એક રસપ્રદ ફિલ્મ છે જે તમને બાંધી રાખે છે તમે આ ફિલ્મનો આનંદ સહપરિવાર સાથે લઈ શકો છો. આ ફિલ્મને પાંચમાંથી સાડા ત્રણ સ્ટાર મળ્યા છે.

akshay kumar parineeti chopra movie review film review bollywood movie review bollywood news