Panipat Movie Review: જાણો કેવી લાગે છે ફિલ્મ પાનીપત, મળ્યા આટલા સ્ટાર

06 December, 2019 12:00 PM IST  |  Mumbai Desk | parag chhapekar

Panipat Movie Review: જાણો કેવી લાગે છે ફિલ્મ પાનીપત, મળ્યા આટલા સ્ટાર

ઐતિહાસિક ફિલ્મો બનાવનું બધાંના ગજાની વાત નથી આમાં ન તો ફક્ત ઊંડા રિસર્ચની જરૂર હોય છે પણ તેની સાથે સાથે વ્યાપર દ્રષ્ટિ હોવી પણ એટલી જ જરૂર હોય છે. ઐતિહાસિક ફિલ્મોની પરંપરાને સંજય લીલા ભણસાલી અને આશુતોષ ગોવારિકર જેવા નિર્દેશક જ આગળ વધારી રહ્યા છે આ પરંપરા ચાલું રાખતાં આશુતોષ ગોવારિકર લઈને આવ્યા છે, 'પાનીપત'.

આ તે સમયની સ્ટોરી છે જ્યારે મરાઠા સામ્રાજ્ય આખા ભારત પર શાસન ચલાવી રહ્યો હતો તે સમયે ભારતની પરિકલ્પના ન હતી આજનો આખો દેશ નાના-નાના રાષ્ટ્રોમાં વહેંચાયેલું હતું અને આ નાના-નાના રાષ્ટ્રો એકબીજા પર સંપત્તિ અને સમૃદ્ધિ માટે અધિકાર કરતાં હતાં અને એકબીજા સામે યુદ્ધ કરતાં હતા એવામાં મરાઠાઓએ અટક સુધી ભગવે ધ્વજ ફરકાવ્યો હતો. અહીં સુધી કે મુગલ સમ્રાટ પણ તેમને પોતાની સુરક્ષા માટે કર આપતાં હતો. આ કિંમતના બદલે શરત એ હતી કે ન તો મરાઠા તેમના પર આક્રમણ કરશે અને સાથે તેમના પર થયેલા આક્રમણ સમયે તે તેમની રક્ષા પણ કરશે.

સદાશિવ રાવ ભાઉ જે પેશવાના સેનાપતિ રહ્યા તેમને ઉત્તર તરફથી બળવાના સમાચાર મળ્યા અને જ્યારે તેને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારથી તેમના વિશ્વસનીય શિંદે ઓળખાય છે તો તેની હત્યા કરી દેવામાં આવે છે એવામાં પેશવા નક્કી કરે છે કે સદાશિવરાવ ભાઉ પોતાની સેના લઈને જેય અને આ બળવાનો અંત કરે. એક ષડયંત્ર છે જેને દિલ્હીમાં રચવામાં આવ્યો છે કારણકે સદાશિવરાવ ભાઉનો સામનો છવા જઈ રહ્યો હતો કંધારના જાલિમ રાજા અહમદ શાહ અબ્દાલી સાથે જેણે એક ષડયંત્ર હેઠળ દિલ્હી પર આક્રમણ કરવા માચે બોલાવવામાં આવ્યા અને બચાવવા માટે સદાશિવરાવ ભાઉને.

અબ્દાલી અને સદાશિવ રાવ ભાઉની સેનાનો આમનો સામનો થાય છે પાણીપતના મેદાનમાં પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓના આ મહાનાયક કેવી રીતે પોતાના જ લોકોના વિશ્વાસઘાતનો શિકાર બને છે અને પોતાના પ્રાણ ન્યોછાવર કરી દે છે આ જ સ્ટોરી પાણીપતના ઉદાત્ત પ્રેમ, નિસ્વાર્થ દેશ પ્રેમ અને વીરતાપૂર્ણ પાનીપત એક એવી ફિલ્મ છે જેને જોવી ઇતિહાસની ઘટનાઓને આંખો સામે થતી જોવી.

આશુતોષ ગોવારિકરે ફિલ્મમાં 1761ના કાળને જીવંત કરી દીધો છે. ભવ્ય સેટ્સ, શાનદાર કોસ્ટ્યુમ્સ, તે સમયની રહેણી-કરણી, સેનાના અસ્ત્ર-શસ્ત્ર આ બધી જ વસ્તુઓ ખૂબ જ ઊંડા સંશોધન સાથે આશુતોષ સફળતાપૂર્વક પડદા પર લાવે છે. આવી ફિલ્મો બનાવવું દરેકના ગજાની વાત નથી પ્રયત્ન માટે વધામણીના હકદાર છે.

અર્જુન કપૂરે આ પાત્રને જીવંત બનાવવા માટે સખત મહેનત કરી છે તે સ્પષ્ટ દેખાય છે. ક્લાઇમેક્સના સીનમાં તે ખરેખર બાજી મારી લે છે. કૃતિ સેનન સામાન્ય ફિલ્મોમાં જ જોવા મળી હતી તેનું પરફોર્મન્સ પણ અલગ અંદાજમાં દેખાય છે. નવાબ મલિકનું પરફોર્મન્સ ઉલ્લેખનિીય છે. સંજય દત્તની ઉપસ્થિતિ મોટા પડદા પર એટલી જ સશક્ત છે કે તે ખરેખર એટલા જ ક્રૂર અને ભયાનક લડવૈયો લાગે છે. આ સિવાય મોહનીશ બહલ, પદ્મિની કોલ્હાપુરે, ઝીનત અમાન અને કુણાલ કપૂર જેવા જૂના કલાકારોએ ખૂબ જ સારું કામ કર્યું છે.

ફિલ્મનું સંગીત ખૂબ જ સરસ છે ફિલ્મની કોરિયોગ્રાફી પણ કલરફુલ તો છે જ સાથે સાથે ભવ્ય પણ છે. સિનેમેટોગ્રાફીને ખરેખરે સલામી આપવામાં આવી શકાય. એડિટિંગ ડિપાર્ટમેન્ટ થોડું હજી સારું કામ કરી શક્યું હોત. સ્પેશિયલ ઇફેક્ટ્સમાં કદાચ હજી એટલો સારી રીતે ન્યાય આપી શક્યા નથી જેટલો હોલીવુડને મળ્યો છે. ખાસ કરીને યુદ્ધના મેદાનમાં પાછળ ઊભેલા યોદ્ધા ફક્ત ઊભા રહેલા દેખાય અને આક્રમણ કરતાં ન દેખાય તો થોડું અસામાન્ય લાગે છે પણ આને ઇગ્નોર કરી શકાય છે.

આ પણ વાંચો : લગ્નની સિઝનમાં કેમ દેખાશો અલગ, જાણો બોલીવુડની હસીનાઓ પાસેથી

કુલ મળીને પાનીપત આપણાં પ્રાચીન ઇતિહાસને જાણવા માટે જોવાવી જોઇએ. આ એક એવી ફિલ્મ છે જેમાં મનોરંજનની સાથે-સાથે તમને એવી ઘટનાઓ જોવા મળશે જે ભારતીય ઇતિહાસના પદોમાં છુપાઇ ગઈ હતી.

ફિલ્મને મળે છે 3.5 સ્ટાર

arjun kapoor sanjay dutt ashutosh gowariker kriti sanon bollywood news bollywood bollywood gossips bollywood movie review