Ujda Chaman Movie Review: સંવેદનશીલ વિષય પર બનેલી પ્રભાવહીન ફિલ્મ

01 November, 2019 03:40 PM IST  |  મુંબઈ

Ujda Chaman Movie Review: સંવેદનશીલ વિષય પર બનેલી પ્રભાવહીન ફિલ્મ

ઉજડા ચમન

આ દિવસોમાં સારી વાત એ થઈ રહી છે કે, હિન્દી ફિલ્મોમાં મુદ્દાઓ પર આધારિત ફિલ્મો બનાવવામાં આવી રહી છે અને સારી વાત એ છે કે દર્શકો આ ફિલ્મને સ્વીકારી પણ રહ્યા છે. આવી જ એક ફિલ્મ ઉજડા ચમન દર્શકોની વચ્ચે આવી છે, જે ટાલિયાપણા પર આધારિત છે.

રાજૌરીમાં રહેતા પારંપરિક પંજાબી પરિવારનો છોકરો લગ્ન લાયક થઈ ગયો છે. બધુ સારું હોવા છતા લગ્નમાં બાધાનું કારણ છે તેનું ટાલિયાપણું. તેના કારણે તે પોતાની આસપાસ હાસ્યનું પાત્ર બનતો રહે છે.

એવામાં તેમને મળે છે અપ્સરા(માનવી ગગરૂ), જે ઑવરવેઈટ છે. ઘરના લોકો ઈચ્છે છે, કે બંનેના લગ્ન થઈ જાય. પરંતુ શું આ લગ્ન થઈ શકશે? ચમન પોતાના ટાલિયાપણાની ભાવનાથી મુક્ત થઈ શકશે? તેના પર જ આધારિત છે ફિલ્મ ઉજડા ચમન. નિર્દેષક અભિષેક પાઠક ની ફિલ્મનો વિષય તો સંવેદનશીલ અને નવો હતો, પરંતુ અભિષેકથી ભૂલ એ થઈ કે બૉલી શેમિંગના આ સંવેદનશીલ મુદ્દાને સિનેમાના ચશ્માથી જોવાનું શરૂ કર્યું. એટલે તેનો જ પ્રભાવ પડવાનો હતો, તે ન પડ્યો.

સૌરભ શુક્લા નાનકડા રોલમાં આવે છે, પરંતુ છવાઈ જાય છે. માનવી ગગરૂનો સંવેદનશીલ અભિનય ફિલ્મને થોડું ઘણું દર્શનીય બનાવે છે

આ પણ જુઓઃ 56 વર્ષે પણ એટલા જ ખુબસૂરત અને જાજરમાન દેખાય છે નીતા અંબાણી

કુલ મળીને ઉજડા ચમને એક ખૂબ જ સાધારણ ફિલ્મ છે, તેને ઉતાવળનું પરિણામ ભોગવવું પડ્યું છે, કારણ કે કોઈ મુદ્દા પર આધારિત ફિલ્મ બાલા જલ્દી જ દર્શકોનું સામે હશે. તેના પહેલા જ ફિલ્મ રિલીઝ કરવાની ઉતાવળ તેના માટે ઘાતક સાબિત થઈ. તમામ કલાકારો હોવા છતા જે દ્રશ્યો બન્યા છે તે બનાવટી લાગે છે. ફિલ્મમાં સની સિંહ નિર્દેશકની કુશળતાના અભાવે સારો અભિનય નથી કરી શક્યા.

કલાકાર- સની સિંહ, માનવી ગગરુ, સૌરભ શુક્લા, કરિશ્મા શર્મા વગેરે
નિર્દેશક- અભિષેક પાઠક
નિર્માતા- કુમાર મંગત પાઠક, અભિષેક પાઠક
સ્ટાર- 1.5

Gold Movie entertaintment