Student Of The Year 2 જોવી કે નહીં, જાણો RJ મહેક શું કહે છે

10 May, 2019 07:27 PM IST  |  મુંબઈ

Student Of The Year 2 જોવી કે નહીં, જાણો RJ મહેક શું કહે છે

Student Of The Year 2 જોવી કે નહીં, જાણો RJ મહેક શું કહે છે

આવી કોલેજ હોય?
ફિલ્મ જોઈને પહેલો સવાલ એ થાય કે કોલેજ આવી હોય? ફિલ્મની સ્ટારકાસ્ટની વાત કરીએ તો અનન્યા રીફ્રેશિંગ લાગે છે, તેની હાજરી અનુભવાય છે. તારા સુતરિયા ગ્લેમ ડોલ લાગે છે. મોંઘા મોંઘા ડિઝાઈનર આઉટફિટ્સ પહેરીને બસ વટ માર્યો છે. ટાઈગર શ્રોફ તો એક્રોબેટિક્સ જ કરે છે. આટલું બધુ એક્શન કઈ કોલેજમાં હોય? ના ના સવાલ થોડો ચેન્જ કરીએ, આવી કોલેજ ક્યાં હોય?

સ્ટુડન્ટ ઑફ ધ યર+જો જીતા વહી સિકંદર=SOTY 2
SOTY 2નો ફર્સ્ટ હાફ સ્ટુડન્ટ ઑફ ધ યર જેવા લાગે છે. અને ઈન્ટરવલ પછી આ ફિલ્મ જો જીતા વહી સિકંદરનું કરણ જોહર સ્ટાઈલ વર્ઝન લાગે છે.

કોલેજની એક મોટી પાર્ટી છે આ ફિલ્મ
ફિલ્મમાં કોઈ હ્યુમર નથી. કોઈ સારો ડાયલોગ કે પંચલાઈન નથી. ઑલ એન્ડ ઑલ કહીએ તો સ્ટુડન્ટ ઑફ ધ યર ટુ એક મોટી કૉલેજ પાર્ટી જેવી છે. આ કૉલેજના સ્ટુડન્ટ્સ કાં તો ડાન્સ કરે છે કાં તો ફાઈટ.

જોવા જવી કે નહીં?
ફિલ્મ બહુ જ કન્ફ્યુઝિંગ છે, બહુ જ ખરાબ રીતે એડિટ કરેલી છે. હું તો કહીશ એના બદલે એવેન્જર્સ એન્ડગેમ પાછી જોઈ આવો.

આ પણ વાંચોઃ જુઓ Student Of The Year 2થી ડેબ્યૂ કરી રહેલી અનન્યાના કેન્ડિડ ફોટોસ

કેટલા સ્ટાર્સ?
સ્ટુડન્ટ ઓફ ધ યર ટુને રેડિયો સિટીના RJ મહેક તરફથી 5 માંથી 2 સ્ટાર્સ.

student of the year radio city tiger shroff Tara Sutaria Ananya Panday karan johar