'સોન ચિરૈયા' રિવ્યુ: બાગી ચંબલનું બળવાન પ્રદર્શન, મળ્યા આટલા સ્ટાર્સ

01 March, 2019 02:45 PM IST  | 

'સોન ચિરૈયા' રિવ્યુ: બાગી ચંબલનું બળવાન પ્રદર્શન, મળ્યા આટલા સ્ટાર્સ

નવી રીલિઝ થઈ છે આ ફિલ્મ 'સોનચિરૈયા'

ફિલ્મ: સોન ચિરૈયા (Son Chiraiya)

સ્ટારકાસ્ટ: સુશાંતસિંહ રાજપૂત, ભૂમિ પેડણેકર, મનોજ બાજપાયી, રણવીર શૌરી, આશુતોષ રાણા

ડાયરેક્ટર: અભિષેક ચૌબે

પ્રોડ્યુસર: રૉની સ્ક્રૂવાલા

ફિલ્મ 'સોન ચિરૈયા' ચંબલની નિર્દયી દુનિયામાં ડોકિયું કરવાનો મોકો આપે છે. જે રીતે ફિલ્મને શૂટ કરવામાં આવી છે તે ઘણું રિયાલિસ્ટિક લાગે છે. ફિલ્મમમાં ડાકૂઓના જીવન પર ફોકસ કરવામાં આવ્યું છે. તેમને ચંબલમાં બાગી કહેવામાં આવે છે. જે રીતે ફિલ્મોમાં સામાન્ય રીતે દર્શાવવામાં આવે છે કે ઘોડા પર ડાકૂ આવે છે અને તેને ગ્લેમરસ રીતે રજૂ કરવામાં આવે છે એવું કંઇપણ આ ફિલ્મમાં નથી કારણકે જે અસલમાં હોય છે તે જ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મમાં ડાકૂઓ ભૂખ્યા-તરસ્યા જ પગપાળા જંગલોમાં ફર્યા કરે છે. કેવી રીતે તેઓ પોલીસથી બચીને આમ તેમ બીહડોમાં છુપાઈ જાય છે. તેને ઘણી ખૂબસૂરત રીતે દર્શાવવામાં આવ્યું છે. નિર્દેશક અભિષેક ચૌબેએ ડાકૂઓના સમગ્ર જીવનને સુંદરતાથી પરદા પર રજૂ કર્યું છે. તેઓ ડાકૂઓના જીવનને શ્રેષ્ઠ રીતે દર્શાવવામાં સફળ રહ્યા છે.

અભિનયની વાત કરીએ તો સુશાંતસિંહ રાજપૂતના જીવનમાં આ અત્યાર સુધીનું બેસ્ટ પર્ફોર્મન્સ કહી શકાય. સુશાંતે ડાયલોગ ડિલીવરીથી લઈને પોતાના પોસ્ચરને કેરેક્ટર પ્રમાણે ઢાળ્યું છે. દરેક રીતે સુશાંત સફળ જોવા મળે છે. મનોજ બાજપાયી ડાકૂ માનસિંહની ભૂમિકામાં જોવા મળે છે અને પોતાની સશક્ત હાજરી નોંધાવે છે. પોલીસ ઓફિસરની ભૂમિકામાં આશુતોષ રાણા જે રીતે વ્યક્તિગત વેરભાવના કારણે ગેંગનો પૂછો કરે છે તેમાં તેઓ પોતાના પાત્ર સાથે સંપૂર્ણ રીતે ન્યાય કરતા જોવા મળે છે. ભૂમિ પેડણેકરે શ્રેષ્ઠ અભિનય કર્યો છે. રણવીર શૌરીએ પણ પોતાના પાત્ર સાથે ન્યાય કર્યો છે. ફિલ્મમાં બાકી કલાકાર પણ પાત્ર પ્રમાણે સારો અભિનય કરતા જોવા મળ્યા.

ફિલ્મ રિયાલિસ્ટિક રીતે બનાવવામાં આવી છે જેમાં એક અલગ જીવન દર્શન છે. આ બાગી ચંબલનું બળવાન દર્શન છે. ફિલ્મ સારી છે. તેને એકવાર જરૂર જોઇ શકાય છે.

સમય: 1 કલાક 48 મિનિટ

મિડ-ડે રેટિંગ: 3/5

sushant singh rajput bhumi pednekar manoj bajpayee ashutosh rana