Judgementall Hai Kya Movie Review:ફિલ્મને મળ્યા આટલા સ્ટાર

26 July, 2019 02:54 PM IST  |  મુંબઈ | પરાગ છાપેકર

Judgementall Hai Kya Movie Review:ફિલ્મને મળ્યા આટલા સ્ટાર

'જજમેન્ટલ હૈ ક્યા'નું પોસ્ટર

મનોવિજ્ઞાન પર આધારિત સંખ્યાબંધ ફિલ્મો બોલીવુડમાં રિલીઝ થઈ ચૂકી છે. બોલીવુડ સહિતની ફિલ્મ ઈન્ડસ્ટ્રીઓએ આ વિષયને જુદી જુદી રીતે રજૂ કર્યો છે. 'જજમેન્ટલ હૈ ક્યા' એ આ જ કડીનો આગળનો ભાગ છે. આ ફિલ્મ છે બોબી બાટલીવાલા ગ્રેવાલ (કંગના રનૌત) જે એક્યૂટ સાઈકોસિસ નામની માનસિક બીમારીથી પીડાય છે, જેમાં સત્ય અને જૂઠ્ઠાણાં વચ્ચેનું અંતર નથી સમજી શકાતું.

બોબી એક ડબિંગ આર્ટિસ્ટ છે, અને જુદા જુદા પાત્રોનું ડબિંગ કરતા કરતા પાત્રો તેની અંદર ઉતરી જાય છે. એટલે ક્યારેક તે પોલીસવાળી બની જાય છે, તો ક્યારેક ચુડેલ. તેની સામે જે બને તે વાતને તે સાચી માની લે છે. બસ બોબીને ત્યાં એક કપલ ભાડે રહેવા આવે છે, જેમાંથી કેશવ બોબીને ગમવા લાગે છે. પરંતુ કેટલાક દિવસો બાદ કિશોરની પત્ની બોબીનું રહસ્યય મોત થઈ જાય છે. બોબીને શંકા છે કે કેશવે જતેની પત્નીનું ખૂન કર્યું છે, અન તે પોલીસને આ વાત કરે છે. કેશવને લાગે છે કે તેની પત્નીનું ખૂન બોબીએ કર્યું છે. પોલીસ તેને એક્સિડન્ટ કેસ સમજીને બંધ કરી દે છે. પરંતુ બોબીના મગજમાં શંકા સળવળ્યા કરે છે, કે કેશવે જ તેની પત્નીનું ખૂન કર્યું છે, બસ પછી શું થાય છે, તેની આસપાસ ફિલ્મ ફરે છે. 

આ ફિલ્મનો પ્લસ પોઈન્ટ થાય છે તેની સ્ટોરી અને ડિરેક્શન. ફિલ્મના ડિરેક્ટર પ્રકાશની આ જ ફિલ્મના તેલુગુ વર્ઝનને નેશનલ એવોર્ડ મળ્યો હતો અને તેમણે જ તેની હિન્દી વર્ઝન ડિરેક્ટ કર્યું છે. ફિલ્મ બોલીવુડની જેનરિક મસાલા મનોરંજનક ફિલ્મ નથી, પરંતુ જે રીતે સ્ક્રીનપ્લે લખાયો છે, અને જે રીતે પાત્રો રચાયા છે તેને કારણે ફિલ્મ તમને જકડી રાખે છે.

પહેલા હાફમાં ફિલ્મની સ્ટોરી આગળ નથી વધતી, પરંતુ ઈન્ટરવલ બાદ ઘણા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ આવે છે. જેનાથી તમારું ધ્યાન ક્યાંય ભટકશે નહીં. ફિલ્મમાં ખૂબ જ ઓછા પાત્રો છે, એટલે ફિલ્મની જવાબદારી રાજકુમાર રાવ અને કંગના પર જ છે. બંનેએ આ જવાબદારી સફળતાથી નિભાવી છે. આ આ પાત્ર માટે કંગના કરતા સારી એક્ટ્રેસ કોઈ ન હોઈ શકે. જે રીતે કંગનાએ માનસિક રીતે બીમાર વ્યક્તિનું પાત્ર ભજવ્યુ છે, તે વખાણવા લાયક છે. રાજકુમાર રાવ પોતાની જાતને સશક્ત અભિનેતા તરીકે સાબિત કરતા જાય છે.

સરવાળે જજમેન્ટલ હૈ ક્યા એ બોલીવુડની મસાલા કમર્શિયલ ફિલ્મ તો નથી, પરંતુ એક અલગ જોનરની અલગ પાત્રોની એવી સ્ટોરી છે, જેની દુનિયામાં જવું ખૂબ જ ઓછા લોકોને ગમશે. લાઈનથી હટીને કેવી ફિલ્મ બની શકે તેના માટે આ ફિલ્મ જોવી જોઈએ.

મિડ ડે મીટરઃ 5માંથી 3 સ્ટાર

movie review kangana ranaut rajkummar rao