સફ‍ળતા 0 KM દ્વારા ગુજરાતી ફિલ્મમાં કામ કરવાનું સપનું પૂરું : ધર્મેશ

15 January, 2020 02:21 PM IST  |  Mumbai

સફ‍ળતા 0 KM દ્વારા ગુજરાતી ફિલ્મમાં કામ કરવાનું સપનું પૂરું : ધર્મેશ

ધર્મેશ યેલાંડે

ધર્મેશ યેલાંડે માટે ગુજરાતી ફિલ્મ ‘સફળતા 0 KM’માં કામ કરવું એ સપનું પૂરું કરવા સમાન છે. તે આ ફિલ્મ દ્વારા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મની સ્ટોરી એક ડાન્સરની જર્નીને દેખાડશે. ફિલ્મમાં પોતાનાં પાત્ર પર પ્રકાશ પાડતાં ધર્મેશે કહ્યું હતું કે ‘હું મૂળ ગુજરાતનો છું. મારુ એજ્યુકેશન અને મારા ફ્રેન્ડ્સ પણ ગુજરાતનાં જ છે. એથી ગુજરાતી ફિલ્મ કરવી એ મારુ સપનું હતું. મેં હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જૅકી શ્રોફ સરે પણ તાજેતરમાં ગુજરાતી ફિલ્મમાં કામ કર્યું હતું. મારી આ ફિલ્મ ડાન્સરનાં કૅરૅક્ટર અને તેની લાઇફ પર આધારિત છે. હું આ ફિલ્મમાં ત્રણ અલગ-અલગ વયનાં પાત્રો ભજવવાનો છું. કૉલેજ સ્ટુડન્ટથી માંડીને મધ્યમ ઉંમરનાં પૂરુષ અને બાદમાં સિનીયર સિટિઝનની ભૂમિકામાં દેખાવાનો છું.’

આ વર્ષે ૧૪ ફેબ્રુઆરીએ રિલીઝ થનારી આ ફિલ્મનાં ડિરેક્ટર અક્ષય યાજ્ઞીક પણ આ ફિલ્મ દ્વારા ગુજરાતી ફિલ્મોમાં પોતાનું નસીબ અજમાવશે. આ ફિલ્મ માટે ધર્મેશનો સંપર્ક કરવામાં આવ્યો હતો. એ વખતે તે અન્ય પ્રોજેક્ટ્સમાં બિઝી હતો. આ સંદર્ભે ધર્મેશે કહ્યું હતું કે ‘તેણે મારી સાથે મિટીંગ કરવાની અપીલ કરી હતી. હું એમ વિચારી રહ્યો હતો કે માત્ર ૧૫ મિનીટમાં ફિલ્મ માટે કેવી રીતે હું રાજી થાઉં. તેણે મને ફિલ્મની માત્ર થોડી જ માહિતી આપી હતી. જોકે એ સાંભળીને હું એટલો તો પ્રભાવિત થયો કે મેં તેને પૂરી નરેશન સંભળાવવા કહ્યું હતું. એ વખતે અક્ષય પણ સ્ક્રીનપ્લે સાથે તૈયાર હતો.

આ પણ વાંચો : અમિતાભે સાડાત્રણ દાયકા અગાઉ સંન્યાસ લીધો હતો!

નરેશન સાંભળ્યા બાદ મને ફિલ્મની સફળતા પર પૂરો વિશ્વાસ હતો. આ ફિલ્મ કરવા માટે બીજી વખત હું વિચારું એવી મારી કોઈ ઇચ્છા પણ નહોતી. અમે બધા ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું બૅકગ્રાઉન્ડ પણ નથી ધરાવતાં અને આજે અમે પોતપોતાનાં કરીઅરમાં સફળ છીએ. ‘સફળતા 0 KM’ પહેલી ડાન્સ પર આધારિત ગુજરાતી ફિલ્મ છે. આ ફિલ્મ ખરેખર 0 KMથી શરૂ થાય છે.’

dharmesh yelande gujarati film entertaintment