Article 15 Movie Review:વાંચો ફિલ્મનો સૌથી પહેલો રિવ્યુ, કેવી છે ફિલ્મ

29 June, 2019 05:25 PM IST  |  મુંબઈ | પરાગ છાપેકર

Article 15 Movie Review:વાંચો ફિલ્મનો સૌથી પહેલો રિવ્યુ, કેવી છે ફિલ્મ

શ્યામ બેનેગલ, ગોવિંદ નિહલાની, પ્રકાશ ઝા અને કેતન મહેતા જેવા દિગ્ગજોએ પેરેલલ સિનેમા શરૂ કર્યું હતું, જેમાં સમાજમાં ફેલાયલા કુરિવાજો, જાતિગત ભેદભાવ અને વર્ગભેદ જેવી બુરાઈઓ પર ફિલ્મો દ્વારા પ્રહાર કરવામાં આવતા હતા. જો કે સમયની સાથે સાથે ફિલ્મોની તેમાં અસર ઓછી થવા લાગી. વચ્ચે વચ્ચે એકાદ બે ફિલ્મો આવી જતી પરંતુ પેરેલલ સિનેમા હવે સાવ ન બરાબર થઈ ગયું છે. ત્યારે હવે આ જ પેરેલલ સિનેમાને આગળ વધારવા માટે અનુભવ સિંહા આગળ આવ્યા છે. પરંતુ તેમનો પોતાનો અંદાજ છે. તે વાત તો સમાજમાં ફેલાયેલા કુરિવાજોની જ કરે છે, પરંતુ તેમનો અંદાજ કમર્શિયલ છે. કદાચ તેમનું ઉદ્દેશ્ય વાતને વધુ લોકો સુધી પહોંચાડવાનું છે.

ભારતના બંધારણ અંતર્ગત આર્ટિકલ 15 એક એવો કાયદો છે, જે ભારતના તમામ નાગરિકોને કોઈ પણ જાહેર જગ્યા પર જવા માટે સમાન અધિકાર આપે છે. આ જ વાતની આસપાસ અનુભવ સિંહાએ ફિલ્મની વાર્તા લખી છે. વિદેશમાં ભણેલો એક યુવાન અયાન રંજન (આયુષ્માન ખુરાના) પોતાના પિતાના કહેવા પર IPS ઓફિસર બને છે, અને તેનું પહેલું પોસ્ટિંગ થાય છે ઉત્તર પ્રદેશના એક નાનકડા જિલ્લામાં જ્યાં જાતિગત ભેદભાવ પૂર જોરમાં છે. ત્યારે અયાન સામ એક એવો ગંભીર અપરાધ આવે છે. સમાજના જુદા જુદા વર્ગના લોકો તેના પર પોતાનું જુદુ જદુ વલણ અપનાવે છે. અયાન કહે છે કે કાયદો ચાલશે તો ફક્ત બંધારણનો. તો શું સમાજના જુદા જુદા વર્ગના લોકો એક IPS અધિકારીને પોતાની ફરજ નિભાવવા દેશે ? શું અયાન રંજન આ પરિસ્થિતિ સામે ઘૂંટણે પડી જશે ? આ જ ઘટનાઓ પર બનેલી છે ફિલ્મ આર્ટિકલ 15. આટલા સંવેદનશીલ વિષય પર ફિલ્મ બનાવવાનો નિર્મય લઈને લેખક અને ડિરેક્ટ તરીકે અનુભવ સિંહા સામે પડકાર હતા, જેમાં તે સફર રહ્યા છે.

એક્ટિંગની વાત કરીએ તો આયુષ્માન ખુરાના દરેક ફિલ્મ સાથે વધુ ઉપર જતા જાય છે. આ ફિલ્મમાં પણ તે હંમેશાની જેમ પોતાના પાત્રમાં જબરજસ્ત છે, ફિલ્મમાં ઈશા તલવાર, મનોજ પાહવા, કુમુદ મિશ્રા, મોહમમ્મદ ઝીશાન અય્યુબ પણ પોતાના પાત્રને ન્યાય આપી રહ્યા છે. આયુષ્માન ખુરાનાની આ ફિલ્મ નિશંક પણે સારી છે. એક વખત તો જોવી જ જોઈએ.

મિડ ડે મીટર -5માંથી 4 સ્ટાર

ayushmann khurrana movie review bollywood movie review