ટ્રાફિકથી બચવા હેલિકૉપ્ટરનો ઉપયોગ કરે છે ટૉમ ક્રૂઝ

17 March, 2024 10:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટૉમ ક્રૂઝ `મિશન ઇમ્પૉસિબલ 8’નું શૂટિંગ કરી રહ્યો છે

ટૉમ ક્રૂઝ

હૉલીવુડનો સ્ટાર ટૉમ ક્રૂઝ હાલમાં તેની ઍક્શન ફિલ્મ-સિરીઝની આગામી મૂવી ‘મિશન ઇમ્પૉસિબલ 8’નું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મના સેટ પર જવા માટે તે હેલિકૉપ્ટરનો ઉપયોગ કરી રહ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ હાલમાં લંડનમાં ચાલી રહ્યું છે. શૂટિંગ જ્યાં ચાલી રહ્યું છે અને ટૉમ ક્રૂઝ જ્યાં રોકાયો છે એ વચ્ચેનો રોડ હાલમાં બની રહ્યો છે. આ રોડ બની રહ્યો હોવાથી ખૂબ જ ટ્રાફિક રહે છે. ફિલ્મના શેડ્યુલને અડચણ ન થાય અને બધું સમયસર થાય એ માટે ટૉમ ક્રૂઝ પોતાના માટે અને તેની ટીમ માટે હેલિકૉપ્ટરનો ઉપયોગ કરે છે.

tom cruise entertainment news hollywood news