આ છે ‘ધ ક્રાઉન’નાં પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટન

19 March, 2023 03:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રિન્સ જ્યૉર્જ ઑફ વેલ્સ, પ્રિન્સ લુઇસ ઑફ વેલ્સ અને પ્રિન્સેસ શાર્લેટ ઑફ વેલ્સ નામનાં ત્રણ બાળકો છે. આ સિરીઝ ખૂબ સંવેદનશીલપૂર્વક બનાવવામાં આવી રહી છે. 

ધ ક્રાઉન

યુકેની રૉયલ ફૅમિલી પર આધારિત ‘ધ ક્રાઉન’ની સિરીઝ બની રહી છે. એની છઠ્ઠી સીઝનમાં પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટનના ફર્સ્ટ લુક શૅર કરવામાં આવ્યા છે. પ્રિન્સેસ ડાયનાનો દીકરો પ્રિન્સ વિલિયમ છે. આ સીઝનમાં ૯૦ના દાયકાના શાહી પરિવાર પર પ્રકાશ પાડવામાં આવશે. ‘ધ ક્રાઉન’ની છઠ્ઠી સીઝનનું શૂટિંગ હાલમાં સ્કૉટલૅન્ડમાં થઈ રહ્યું છે. પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટનનો રોલ એડ મૅકવી અને મેગ બેલામી ભજવતાં દેખાશે. પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટનની મુલાકાત ૨૦૦૧માં સેન્ટ ઍન્ડ્રુઝ યુનિવર્સિટીમાં સ્ટડી દરમ્યાન થઈ હતી. નવેમ્બર ૨૦૧૦માં તેમની સગાઈ થઈ હતી અને ૨૦૧૧ની એપ્રિલમાં તેમનાં લગ્ન થયાં હતાં. તેમને પ્રિન્સ જ્યૉર્જ ઑફ વેલ્સ, પ્રિન્સ લુઇસ ઑફ વેલ્સ અને પ્રિન્સેસ શાર્લેટ ઑફ વેલ્સ નામનાં ત્રણ બાળકો છે. આ સિરીઝ ખૂબ સંવેદનશીલપૂર્વક બનાવવામાં આવી રહી છે. 

entertainment news hollywood news