`બ્લૅક ઍડમ` Review : ડ્વેન જૉનસન સાથે 2022 ડીસીનું બીજું કમબૅક

31 October, 2022 06:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ડીસી કૉમિક્સની વર્ષ 2022માં આવેલી આ ત્રીજી સુપરહીરો ફિલ્મ છે. જેમાં બ્લૅક ઍડમ એક ઍન્ટિ હીરોના રોલમાં જોવા મળે છે. ડ્વેન જૉનસનની આ બીજી સુપરહીરો ફિલ્મ છે. પહેલી ફિલ્મ એનિમેટેડ હતી જેમાં તેમણે વૉઈસ ડબિંગ કર્યું હતું.

ડ્વેન જૉનસન તસવીર સૌજન્ય મિડ-ડે

ફિલ્મ : બ્લૅક ઍડમ

કાસ્ટ : ડ્વેન જૉનસન, હેનરી કેવિલ, સારાહ શાહી

ડિરેક્ટર : જેઓમે કોલેટ-સેરા

રેટિંગ :  3 / ૫

પ્લસ પોઇન્ટ : સ્ટોરી, ડ્વેન જૉનસન, સુપરમૅન

ફિલ્મની વાર્તા

ડીસી કૉમિક્સ વર્ષ 2022માં વોર્નર બ્રોસે મૅટ રીવ્સની ‘ધ બૅટમૅન’ જે  4 માર્ચ 2022માં રિલીઝ કરવામાં આવી હતી અને જેને પ્રેક્ષકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. ડીસી કૉમિક્સની ફિલ્મો છેલ્લા કેટલાક વર્ષોથી બૉક્સઑફિસ પર સારો બિઝનેસ કરતી હતી પરંતુ ડીસીના ફૅન્સ તેની અનેક ફિલ્મોથી નારાજ હતા અને ફિલ્મોને ખરાબ પ્રતિભાવ મળ્યો હતો. પરંતુ હવે આ વર્ષ 2022ની ડીસી કૉમિક્સની બીજી લાઈવ ઍક્શન સુપરહીરો ફિલ્મ છે જેને પ્રેક્ષકો પાસેથી સારો રિસ્પૉન્સ મળી રહ્યો છે.

ડ્વેન જૉનસન સ્ટારર આ ફિલ્મ ડીસી કૉમિક્સના બ્લૅક ઍડમ નામના ઍન્ટિ હીરોને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવેલી છે. બ્લૅક ઍડમ, જેને 5000 વર્ષથી કાહન્દક નામની જગ્યામાં કેદ કરવામાં આવ્યો છે. ફિલ્મની સ્ટોરીમાં બતાવવામાં આવ્યું છે કે વિઝાર્ડ્સની કાઉન્સિલનો સબાક તાજ પહેરવાથી એ તમને સૌથી શક્તિશાળી બનાવવાની ક્ષમતા રાખે છે. ઍક-ટૉન જે ઈ.પૂર્વે 2600 કાહન્દકનો ક્રૂર રાજા છે, જે ત્યાંનાં લોકો પર અન્યાય કરે છે અને તે હવે એ તાજ પર કબજો મેળવવા વિઝાર્ડ્સની કાઉન્સિલ પર હુમલો કરે છે. ત્યારે કાઉન્સિલ ઑફ વિઝાર્ડ્સ કાહન્દકના એક દસ વર્ષના ઍક-ટૉનની ક્રૂરતાના ગુલામને સુપરપાવર આપીને કાહન્દકને ઍક-ટૉનની ગુલામી અને અન્યાયમાંથી મુક્તિ અપાવે છે. ત્યારબાદ શરૂ થઈ છે બ્લૅક ઍડમની વાર્તા. ફિલ્મના પોસ્ટ-ક્રૅડિટ સીનમાં ડીસી કૉમિક્સ અને વિશ્વના સૌથી જાણીતા અને પોપ્યુલર સુપરહીરો સુપરમૅનનો પણ કેમિયો છે.

પરફૉર્મન્સ

હૉલિવૂડના સૌથી વધારે ફી ચાર્જ કરતાં ડ્વેન જૉનસન (ધ રૉક) ફિલ્મમાં ઍક્શન અને પર્ફેક્ટ કૉમિક ટાઈમિંગ માટે જાણીતા છે. તેઓ જ્યારે પણ સ્ક્રીનપર આવે ત્યારે દરેકની નજર તેના રોલ પર હોય છે. આ ફિલ્મમાં ડીસી કૉમિક્સમાં જેવી રીતે દરેક પાત્રોને દર્શવામાં આવ્યા છે તે જ રીતે તમે પાત્રોને કૉ-રિલેટ કરી શકો છો. ફિલ્મમાં દરેકનો કોસ્ચ્યૂમ, બૅકગ્રાઉંડ VFX  સારો છે અને દરેક મહત્વના પાત્રોએ પોતાના રોલને ખૂબ જ સરસ રીતે ભજવ્યા છે.

ફિલ્મમાં પિયર્સ બ્રૉસનન જેને ડીસી કૉમિક્સના ડૉક્ટર ફેટનો રોલ પ્લે કર્યો છે. ડૉક્ટર ફેટ આ ફિલ્મમાં જસ્ટિસ સોસાઈટીના એક મેમ્બર છે, જેમણે બ્લૅક ઍડમને કેદ કર્યા છે. ડીસીની આ પહેલી લાઈવ ઍક્શન ફિલ્મ છે જેમાં ડૉ. ફેટને બતાવવામાં આવ્યા છે.

સ્ક્રિપ્ટ અને ડિરેક્શન 

બ્લૅક ઍડમ એક ટોટલ ફૅમિલી એન્ટરટેઈન્મેન્ટ સુપરહીરો ફિલ્મ છે. જેની સ્ટોરી સરળ ભાષામાં કહેવી હોય તો કેવી રીતે એક જાદૂગરોનું ગ્રુપ 10 વર્ષના છોકરાને પાવર આપે છે અને તે કેવી રીતે પોતાના પાવરનો દુરુપયોગ કરીને લોકોને નુકસાન પહોંચાડે છે અને કેવી રીતે પુરાતત્વવિદ્ વિભાગ રિસર્ચના નામ પર સબાકનો તાજ મેળવવા પ્રયત્નો કરે છે અને બ્લૅક ઍડમ તેમને રોકવાનો પ્રયત્ન કરે છે.

માઇનસ પોઈન્ટ્સ

આ ફિલ્મમાં જેટલા પ્લસ પોઈન્ટ છે તેટલા જ માઇનસ પોઇન્ટ્સ પણ છે. માઇનસ પોઈન્ટ્સમાં ફરીથી એ જ, જે ડીસીની અનેક ફિલ્મમાં જોવા મળ્યા હતા. જેમ કે, ફિલમમાં બ્લૅક ઍડમ સિવાય બધા મહત્વના પાત્રોને કોઈપણ પરિચય વગર બતાવવામાં આવ્યા છે. સ્ટોરીના ઇન્ટરવલ પહેલા તમને ફિલ્મના પાત્રોને સમજવામાં મુશ્કેલી આવશે. બ્લૅક ઍડમ સિવાય તમને કોઈપણ પાત્રો સાથે કનેક્શન ફીલ નહીં આવે.

ફિલ્મ જોવી કે નહીં?

ડીસી કૉમિક્સના ફૅન તરીકે આ ફિલ્મની સ્ટોરી તમને શરૂઆતથી અંત સુધી જકડીને રાખશે. આ ફિલ્મ તમને કોઈ નિરાશા વગર ઍક્શન અને એન્ટરટેઈન્મેન્ટનો ભરપૂર ડૉઝ આપવામાં સક્ષમ છે.

(ફિલ્મ રિવ્યૂ બાય વિરેન છાયા)

entertainment news hollywood news hollywood film review dwayne johnson dc comics henry cavill superman warner bros