અવેન્જર્સ : એન્ડગેમ માટે માર્ક રફાલોએ પાંચ એન્ડ શૂટ કર્યા હતા

13 April, 2019 10:01 AM IST  | 

અવેન્જર્સ : એન્ડગેમ માટે માર્ક રફાલોએ પાંચ એન્ડ શૂટ કર્યા હતા

માર્ક રફાલો

માર્વલ સિરીઝની ‘અવેન્જર્સ : એન્ડગેમ’ માટે હલ્કનું પાત્ર ભજવતા માર્ક રફાલોએ પાંચ એન્ડનું શૂટિંગ કર્યું હતું. આ ફિલ્મને જો રુસો અને ઍન્થની રુસોએ ડિરેક્ટ કરી છે. તેમને ટેન્શન હતું કે માર્ક આ ફિલ્મની સ્ટોરીને ભૂલમાં લીક કરી દેશે અને એથી જ તેમણે માર્ક માટે ખાસ પાંચ એન્ડનું શૂટિંગ કર્યું હતું. માર્કે ‘થોર : રૅગનારોક’ના પ્રીમિયર દરમ્યાન ભૂલમાં વીસ મિનિટનું લાઇવ ઇન્સ્ટાગ્રામ સ્ટ્રીમિંગ કર્યું હતું. તે ‘ધ ટુનાઇટ શો સ્ટારિંગ જિમી ફૅલન’માં ભૂલમાં ‘અવેન્જર્સ : એન્ડગેમ’નું નામ પણ જાહેર કરી દીધું હતું. જોકે શો જ્યારે ઑનઍર થયો ત્યારે એ નામને સાઇલન્ટ કરી નાખવામાં આવ્યું હતું. આ સાથે જ તેણે ‘અવેન્જર્સ’ સિરીઝની બે ફિલ્મો બાદ તરત જ ત્રીજી ફિલ્મની રાહ જુઓ એ પણ જાહેરાત કરી દીધી હતી. માર્ક કોઈ પણ વાતને સસ્પેન્સ ન રાખી શકતો હોવાથી તેને હજી સુધી ફિલ્મ પણ દેખાડવામાં નથી આવી અને તેને ફિલ્મની સ્ટોરી પણ કહેવામાં નથી આવી. તે જ્યારે શૂટિંગ કરતો ત્યારે પણ તેની પાસે ઘણાં ખોટાં દૃશ્યો પણ શૂટ કરાવવામાં આવતાં હતાં. આ વિશે એક ઇન્ટરવ્યુમાં માર્કે કહ્યું હતું કે ‘મને નથી ખબર કે આ ફિલ્મનો અંત શું છે. મેં આ માટે પાંચ એન્ડિંગનું શૂટિંગ કર્યું છે. મને આ ફિલ્મની સંપૂર્ણ સ્ક્રિપ્ટ પણ આપવામાં આવી નહોતી. મને નથી ખબર કેમ, પરંતુ મને જે સ્ક્રિપ્ટ આપવામાં આવી હતી એમાં ડમી દૃશ્યોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.’

આ પણ વાંચો : Avengers Endgame: લીક થયો ફિલ્મનો આ મહત્વનો સીન, જુઓ

આ વિશે કૅપ્ટન અમેરિકાનું પાત્ર ભજવતાં ક્રિસ ઇવાન્સે કહ્યું હતું કે ‘માર્ક વાતને સસ્પેન્સ નથી રાખી શકતો, આથી તેમણે તેનાથી વાત છુપાવવી પડી હતી. માર્વલ યુનિવર્સમાં માર્ક પર કોઈ વિશ્વાસ નથી કરી શકતું. તે કોઈ પણ વાત ગમે ત્યારે લીક કરી શકે છે.’

hollywood news hulk mark ruffalo avengers chris evans captain america robert downey jr iron man