ગુજરાતી ફિલ્મ ‘ગોળકેરી'માં મરાઠી કલાકારો મચાવશે ધૂમ

27 February, 2020 01:40 PM IST  |  Mumbai Desk

ગુજરાતી ફિલ્મ ‘ગોળકેરી'માં મરાઠી કલાકારો મચાવશે ધૂમ

ગોળકેરી ફિલ્મના કલાકારો

સચિન ખેડેકર મરાઠી ફિલ્મજગતના જાણીતા અભિનેતા છે, તે વિષે લોકો જાણે છે. પણ વંદના પાઠક મહારાષ્ટ્રિયન છે એ વિષે બહુ ઓછાને ખબર છે. તેઓ અમદાવાદમાં ઉછર્યા છે એટલે ગુજરાતી ભાષા પરની પકડ બહુ મજબૂત છે. 'ગોળકેરી' સચિન, વંદના અને માનસીની પહેલી ગુજરાતી ફિલ્મ છે.

ગોળકેરી ફિલ્મમાં મલ્હારના પિતાની ભૂમિકા ભજવતા સચિન ખેડેકરે કહ્યું હતું કે, સામાન્ય રીતે કલાકારો ત્રણથી ચાર ભાષા જાણતા જ હોય છે અને વિવિધ ભાષાઓમાં કામ પણ કરતાં હોય છે. આ ફિલ્મમાં થોડા શબ્દો એવા છે જે અમદાવાદી છાંટ ધરાવે છે. એ માટે મેં મલ્હાર અને વંદના સાથે મારા સંવાદોના ઘણા રિહર્સલ કર્યા હતા. આ ફિલ્મમાં પરેન્ટિંગનું નિરૂપણ નવી રીતે કરવામાં આવ્યું છે. જે ખરેખર લોકોએ જોવા અને સમજવા જેવુ છે.

ફિલ્મમાં મલ્હાર ઠાકર, માનસી પારેખ, વંદના પાઠક અને સચિન ખેડેકર 

ફિલ્મ વિષે વાત કરતાં વંદના પાઠકે કહ્યું હતું હતું કે, ઘણા લાંબા સમયથી ગુજરાતી ફિલ્મોમાં કઇંક કરવાની ઈચ્છા હતી. ગોળકેરીનો વિષય અને વળાંક મને આકર્ષી ગયા એટલે મેં ફિલ્મની ઓફર તરત જ સ્વીકારી લીધી. ફિલ્મમાં યુવા પેઢીની વિચારધારા, તેમની બોડી લેંગ્વેજ, તેમના સંબંધો અને સોશ્યલ મીડિયાની આસપાસ ફરતી દુનિયાને બખૂબી પ્રસ્તુત કરાયી છે.

આ પણ વાંચો : માનસી પારેખને મુંબઈની ફાસ્ટ લાઇફ કરતાં અમદાવાદની શાંતિ ગમે છે

28 ફેબ્રુઆરીથી થિએટરમાં રિલીઝ થનારી ફિલ્મ ગોળકેરી વિરલ શાહે ડાઇરેક્ટ કરી છે. ફિલ્મના ડાયલૉગ અને સ્ક્રીનપ્લે વિરલ શાહ અને અમાત્ય ગોરડિયાએ લખ્યા છે. 

gujarati film movie review Malhar Thakar manasi parekh entertainment news sachin khedekar