ટિપ્સ મ્યુઝિક રજૂ કરી રહ્યું છે નવું ગુજરાતી ગીત ‘રાધા ખોવાઈ 2.0’

29 January, 2022 05:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

‘રાધા ખોવાઈ’ ગીત રાધા - કૃષ્ણ અને તેમના અનન્ય પ્રેમની જુદાઈથી થતી મીઠી પીડા વિશે છે.

તસવીર/પીઆર

ટિપ્સ મ્યુઝિક આજે દર્શકો માટે એક નવું ગુજરાતી ગીત રજૂ કરી રહ્યું છે જેનું શીર્ષક છે ‘રાધા ખોવાઈ’. આ ગીત યુવા પ્રતિભાશાળી ગાયક મીત જૈન દ્વારા ગવાયેલું છે. જેઓ એક પ્રશિક્ષિત ગાયક, પિયાનોવાદક, ગિટારિસ્ટ અને એક્ટર પણ છે.

‘રાધા ખોવાઈ’ ગીત રાધા - કૃષ્ણ અને તેમના અનન્ય પ્રેમની જુદાઈથી થતી મીઠી પીડા વિશે છે.

કુમાર તૌરાની એ કહ્યું કે ‘રાધા ખોવાઈ 2.0 એ ખૂબ જ સુખદ ટ્રૅક છે અને અમને તરત જ ગમ્યું હતું. મને ખાતરી છે કે લોકો પહેલાથી જ લોકપ્રિય ગીતના આ સિક્વલને સાંભળવા આતુર હશે.”

ગાયક મીત જૈનએ કહ્યું કે “રાધા ખોવાઈના પ્રથમ ભાગની સફળ રજૂઆત પછી હું હંમેશા બીજો ભાગ બનાવવા માગતો હતો. રાધા ખોવાઈ ગીતએ લાખો લોકોના દિલ જીતી લીધા છે અને આખરે મને ઘણા બધા સંદેશા મળ્યા જ્યાં મારા ચાહકો મને રાધા ખોવાઈ 2.0 બનાવવા માટે કહી રહ્યા હતા.”

તેમણે ઉમેર્યું કે “જ્યારે અમે ગીતમાં રાધાને કાસ્ટ કરવા વિશે વિચાર્યું, ત્યારે અમારા મગજમાં એક જ નામ આવ્યું, શ્રદ્ધા ડાંગર,રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા સુંદર ગુજરાતી અભિનેત્રી. તેની સાદગી અને લાગણીઓ જે અમે રાધાના પાત્રમાંથી ઇચ્છતા હતા. તેણે ખૂબ જ ઉમદા કામ કર્યુ છે. અમે આજે આ ગીત રિલીઝ કરવા માટે અત્યંત રોમાંચિત અને ઉત્સાહિત છીએ.”

entertainment news dhollywood news