લોકોને હસાવવા ફરી આવી ગઈ છે ‘ગોટી સોડા’ની ચોથી સીઝન

09 December, 2023 07:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સંજય ગોરડિયા ફરી એક વખત ‘ગોટી સોડા 4’ દ્વારા લોકોને હસાવવા આ‍વી ગયા છે.

ગોટી સોડા

સંજય ગોરડિયા ફરી એક વખત ‘ગોટી સોડા 4’ દ્વારા લોકોને હસાવવા આ‍વી ગયા છે. એની અગાઉની ત્રણ સીઝન ખૂબ ધમાકેદાર રહી છે. શેમારુમી પ્લૅટફૉર્મ પર આ શો રિલીઝ થયો છે. શોની આ વખતની સીઝનમાં પ્રફુલ્લ પર ફોકસ કરવામાં આવશે. તે એક સ્ટૉક બ્રોકર અને સરળ વ્યક્તિ છે. તે નાની-નાની ક્ષણોમાંથી પણ આનંદ મેળવી લે છે. આ સિરીઝ વિશે સંજય ગોરડિયાએ કહ્યું કે ‘સિરીઝ ‘ગોટી સોડા’ હાસ્ય અને પારિવારિક મનોરંજનનો પર્યાય બની ગઈ છે. એ મારા માટે એક વિશેષ સ્થાન ધરાવે છે. એનો ભાગ બનીને ખુશનુમા જગતમાં પ્રવેશ કરવા જેવું લાગે છે. એ રીલ અને રિયલ વચ્ચેની ભેદરેખાઓને ઝાંખી કરી દે છે. હું આ ક્રેઝી પરિવારને પાછો લાવવા માટે ખૂબ ઉત્સુક છું, જેને અમારા દર્શકો પૂજવા લાગ્યા છે. આ સીઝનમાં પપ્ુ અને તેના પારિવારિક જીવનની ઘટનાઓને ઊંડાણપૂર્વક દેખાડવામાં આવી છે જે રમૂજ સાથે વિવિધ સંબંધોનાં પાસાંઓને બહાર લાવે છે. મને વિશ્વાસ છે કે આ સીઝનમાં અતિશય આનંદ અને પારાવાર મનોરંજન મળી રહેશે.’

Sanjay Goradia dhollywood news entertainment news