રૌનક કામદાર બન્યા ડિરેક્ટર,પાર્થ ઓઝા સાથે મળી શૂટ કર્યો મ્યુઝિક વીડિયો

22 March, 2019 03:07 PM IST  | 

રૌનક કામદાર બન્યા ડિરેક્ટર,પાર્થ ઓઝા સાથે મળી શૂટ કર્યો મ્યુઝિક વીડિયો

પાર્થ ઓઝા સાથે રૌનક કામદાર

ગુજરાતી એક્ટર રૌનક કામદારે હવે એક્ટિંગની સાથે સાથે ડિરેક્શન પર પણ હાથ અજમાવ્યો છે. રૌનક કામદારે તાજેતરમાં જ એક મ્યુઝિક વીડિયો ડિરેક્ટ કર્યો છે. એક્ટર રૌનક કામદારે સિંગર અને એક્ટર પાર્થ ઓઝા સાથે મળીને ગુજરાતી ગીત 'મારા ભોળા દિલનો' રિક્રિએટ કર્યું છે. આ મ્યુઝિક વીડિયોમાં પાર્થ ઓઝાએ એક્ટિંગ કરી છે, સાથે જ ગીતનો અવાજ આપ્યો છે. તો ગીતમાં રૌનક કામદારની સાથે એક્ટ્રેસ અને સિંગર ડિમ્પલ બિસ્કુટવાલા પણ છે.

બીહાઈન્ડ ધ સીન

એક્ટિંગમાંથી અચાનક જ મ્યુઝિક વીડિયો ડિરેક્ટ કરવા અંગે રૌનક કામદારે કહ્યું કે,'હાલ તો મારું ફોકસ એક્ટિંગ પર જ છે, પણ પાર્થને આ ગીત પર કંઈક કરવું હતું. અને અમે ચર્ચા કરી રહ્યા હતા. આઈડિયાઝ વિચારી રહ્યા હતા. ત્યારે પાર્થે કહ્યું કે તુ જ આ વીડિયો ડિરેક્ટ કર. અને બસ કરી લીધું. ઉલ્લેખનીય છે કે પાર્થ ઓઝા અને રૌનક કામદાર સારા મિત્રો છે. બંનેએ ગુજરાતી ફિલ્મોમાં 'હુ તુ તુ તુ' નામની ફિલ્મથી સાથે ડેબ્યુ કર્યો હતો. સાંભળો ગીત

 ડિરેક્શન અંગેના અનુભવ અંગે રૌનકે કહ્યું,'આમ તો સેપ્ટમાં આર્કિટેક્ચરના અભ્યાસ દરમિયાન મેં નાટકો ડિરેક્ટ કર્યા છે. શોર્ટ ફિલ્મ પણ ડિરેક્ટ કરી છે. પરંતુ કમર્શિયલી આ મારો પહેલો મોટો પ્રોજેક્ટ છે. જો કે 3 મિનિટનો જ વીડિયો હતો એટલે ખાસ મુશ્કેલી નથી પડી.' તમને જાણીને આશ્ચર્ય થશે કે મ્યુઝિક વીડિયોનું શૂટિંગ માત્ર 10 જ કલાકમાં આટોપી લેવાયું છે. રૌનક કામદારે ડિરેક્ટ કરેલો 'મારા ભોળા દિલનો' મ્યુઝિક વીડિયો સિંગર પાર્થ ઓઝાની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર રિલીઝ થઈ ચૂક્યો છે.

આ પણ વાંચોઃ સચિન-જિગરે રિક્રીએટ કર્યું 'જેસલ-તોરલ'નું ગીત 'ધુણી રે ધખાવી'

આ ઓરિજિનલ ગીત બોલીવુડ સિંગર મુકેશજી એ ગાયેલું છે. જેના શબ્દો રમેશ ગુપ્તાએ લખ્યા છે. આ જૂના ગુજરાતી ગીતને મ્યુઝિક વીડિયોમાં સિમ્પલ રાખવાની સાથે સાથે કન્ટેપરરી ટચ પણ અપાયો છે. ડિરેક્શનની સાથે સાથે રૌનક કામદારનું કહેવું છે કે હાલ તો ફૂલ ટાઈમ ડિરેક્ટર બનવાનો કોઈ ઈરાદો નથી. હજી મારે એક્ટિંગમાં વધુ સારી રીતે એસ્ટાબ્લિશ થવું છે. પણ ટૂંક સમયમાં જ નવી ફિલ્મમાં જોવા મળીશ.

entertaintment news