મથુરામાં અતિથિ ભૂતો ભવનું શૂટિંગ શરૂ કર્યું પ્રતીક ગાંધીએ

23 January, 2021 03:29 PM IST  |  Mathura | Gujarati Mid-day Correspondent

મથુરામાં અતિથિ ભૂતો ભવનું શૂટિંગ શરૂ કર્યું પ્રતીક ગાંધીએ

અતિથિ ભૂતો ભવનું શૂટિંગ શરૂ

‘સ્કૅમ 1992’માં ખૂબ જ લોકપ્રિય બનેલો પ્રતીક ગાંધી હવે રોમૅન્ટિક–કૉમેડી ‘અતિથિ ભૂતો ભવ’માં જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ ગઈ કાલે મથુરામાં શરૂ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં જૅકી શ્રોફ ખૂબ જ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. તેમ જ પ્રતીકની લવ ઇન્ટરેસ્ટ તરીકે શર્મિન સેગલને પસંદ કરવામાં આવી છે. મથુરાની સાથે ફિલ્મનું શૂટિંગ વૃંદાવન, ગોકુળ અને ગ્વાલિયરમાં પણ કરવામાં આવશે. આ ફિલ્મને હાર્દિક ગજ્જર દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહી છે. આ વિશે પ્રતીક ગાંધીએ કહ્યું હતું કે ‘પેન સ્ટુડિયો અને ડિરેક્ટર હાર્દિક ગજ્જર સાથે ફરી કામ કરવા માટે હું ખૂબ જ આતુર છું. આ એક યુનિક લવ સ્ટોરી છે અને એ મારા માટે ખૂબ જ સ્પેશ્યલ છે, કારણ કે મારી સાથે આ ફિલ્મમાં જૅકી શ્રોફ કામ કરી રહ્યા છે.’

entertainment news dhollywood news gujarati film Pratik Gandhi mathura