અપકમિંગ ગુજરાતી ફિલ્મ 'મચ્છુ'ને PM મોદીએ મોકલાવ્યો ખાસ મેસેજ

18 September, 2019 10:45 AM IST  |  અમદાવાદ

અપકમિંગ ગુજરાતી ફિલ્મ 'મચ્છુ'ને PM મોદીએ મોકલાવ્યો ખાસ મેસેજ

મચ્છુ જળ હોનારત પર બનેલી ફિલ્મ 'મચ્છુ એક્ટ ઓફ ગોડ' ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. કેટલાક મહિના પહેલા ફિલ્મનું ટીઝર રિલીઝ થયું હતું. ફિલ્મના ટ્રેલરને દર્શકો સહિત ક્રિટિક્સે ખૂબ જ વખાણ્યું હતું. હવે ફિલ્મ ટૂંક સમયમાં સિલ્વર સ્ક્રીન પર આવવાની છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિલ્મ માટે ખાસ મેસેજ મોકલાવ્યો છે. વડાપ્રધાનના લેટર પેડ પર ફિલ્મને શુભકામના આપતો મેસજ મેકર્સને મોકલાવ્યો છે.

પ્રધાનમંત્રીના લેટરપેડ પરના મેસેજમાં લખેલું છે કે,'1979ની મચ્છુ ડેમ હોનારત ગુજરાતના ત્રાસદી ઈતિહાસનું ન ભૂલાય એવું પ્રકરણ છે. પ્રમાણમાં ટાંચા સાધનો છતાં રાહતકાર્યમાં સરકારી પ્રયાસો ઉપરાંત સામાજિક-ધાર્મિક સંસ્થાઓનું જે યોગદાન હતું તેણે મોરબીને ઝડપથી ફરી બેઠું કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.કુદરતી પ્રકોપ સામે મક્કમ માનવબળના પાસાને ઉજાગર કરવામાં આવે તો વર્તમાન પેઢીને સામૂહિક પ્રયાસનું મહત્વ સારી પેઠે સમજાશે અને પ્રેરણાદાયી બની રહેશે. સૂચિત ફિલ્મ માટે શુભકામના.'

ફિલ્મનું ટીઝર ખૂબ જ ઈમ્પેક્ટ ફૂલ હતું. ખાસ કરીને ફિલ્મના દ્રશ્યો ડેમ તૂટ્યા બાદની તારાજી ખરેખરું દર્દ અનુભવ કરાવી રહી છે. કહી શકાય કે મચ્છુ ફિલ્મ ગુજરાતી ફિલ્મોના ઈતિહાસમં વધુ એક માઈલ સ્ટોન બનવા જઈ રહી છે. નીચે ક્લિક કરીને જુઓ ફિલ્મનું ટીઝર.

'મચ્છુ' ફિલ્મને જતીન પટેલનું જેએમડીવીસી પ્રોડક્શન પ્રોડ્યુસ કરી છે. તો ફિલ્મમાં મયુર ચૌહાણ ઉર્ફે માઈકલ, જયેશ મોરે, અનંગ દેસાઈ અને શ્રદ્ધા ડાંગર જેવા સ્ટાર્સ દેખાશે છે. ફિલ્મના પ્રોડ્યુસર જતીન પટેલના કહેવા મુજબ ફિલ્મ એક સાથે 11 ભાષાઓમાં રિલીઝ થશે. ફિલ્મ 2019ના એન્ડમાં રિલીઝ થઈ શકે છે.

narendra modi gujarati film Mayur Chauhan entertaintment