ગુજરાતી કલાકારો આ રીતે કહી રહ્યા છે 'વંદે માતરમ્', જુઓ વીડિયો

26 January, 2021 10:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગુજરાતી કલાકારો આ રીતે કહી રહ્યા છે 'વંદે માતરમ્', જુઓ વીડિયો

ગુજરાતી કલાકારો આ રીતે કહી રહ્યા છે 'વંદે માતરમ્'

આજે પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે. દેશભરમાં દેશભક્તિની એક લહેર આવી છે. અને દેશભક્તિ વ્યક્ત કરવામાં ગીતો પણ મહત્વનો ભાગ ભજવે છે. ત્યારે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ આ મુદ્દે પાછળ નથી રહી. આજે રિલીઝ થઈ રહેલું દેશભક્તિનું ગીત 'વંદે માતરમ્' સાંભળીને તમારા રૂંવાડા ઉભા થઈ જશે. આ ખાસ ગુજરાતી ગીત તમને અખંડ દેશભક્તિનો જુસ્સો અપાવશે. રસપ્રદ વાત એ છે કે પ્રજાસત્તાક દિવસે દેશને નામ સંદેશ આપવાના હેતુથી બનાવાયેલા આ ગીતમાં ગુજરાતી ફિલ્મ ઈન્ડ્સ્ટ્રીના તમામ કલાકારો.

ગીત 'વંદે માતરમ્'માં જાણીતા ગુજરાતી કલાકારો મલ્હાર ઠાકર, યશ સોની, રોનક કામદાર, મિત્ર ગઢવી, મયૂર ચૌહાણ, ગૌરવ પાસવાલા, મનન દેસાઇ, સ્મિત પંડ્યા, ઓજસ રાવલ, દિપ વૈદ્ય, ઓમ ભટ્ટ સાથે ખાસ ગુજરાતી અભિનેત્રીઓમાં તર્જની ભડલા, આરોહી પટેલ, એશા કંસારા, સર્વરી જોષી અને નેત્રી ત્રિવેદી જોવા મળશે. એક સાથે આટલા શાનદાર કલાકારો દેશભક્તિનું ગીત ગાતા જોવા મળશે. ગુજરાતી ફિલ્મોના ફેન્સ માટે આ સોંગ યાદગીરી સાબિત થવાનું છે.

ગીતના મેકર્સના કહેવા પ્રમાણે આ સોંગ દેશની સરહદોની રક્ષા કરી રહેલા બહાદુર સૈનિકોને દેશના નાગરિકોના આભાર તરીકે રજૂ કરવામાં આવી રહ્યું છે. આ સોંગને જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર મુન્ના શુક્લ અને જયેશ પટેલ શુકુલ મ્યુઝિક સાથે મળીને રજૂ કરી રહ્યા છે. તો ગીતનું મ્યુઝિક કેદાર ઉપાધ્યાય અને કુશાલ ચોક્સીએ આપ્યું છે. તો આદિત્ય માધવાણીએ આ ગીત ગાયું પણ છે, અને કમ્પોઝ પણ કર્યું છે.

Malhar Thakar yash soni aarohi patel Esha Kansara republic day