ગુજરાતી યુટ્યુબર ધારા શાહ લઈને આવી છે નવરાત્રી સ્પેશ્યલ ગીત

16 October, 2020 05:06 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

ગુજરાતી યુટ્યુબર ધારા શાહ લઈને આવી છે નવરાત્રી સ્પેશ્યલ ગીત

'મણિયારો'માં ધરા શાહ

દર વર્ષે નવરાત્રીમાં દર્શકોને કંઈક નવું આપવા માટે જાણીતા મૂળ ભાવનગરના અને હાલ સુરતના જાણીતા ગાયિકા ધરા શાહ આ વર્ષે પણ નવરાત્રીમાં એક વિશેષ ગીત લઈને આવ્યા છે. ધારા શાહનું 'મણિયારો' તાજેતરમાં યુટ્યુબ પર રિલીઝ થઈ થયું છે. જેને લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

દેશી લઢણ અને ગામાડાની શેરીના ગરબાને ફૉક વર્ઝનમાં રજુ કરતા ગીત 'મણિયારો'ને શિહોરના ૧૨૦૦ વર્ષ જૂના સ્થાપત્ય અને ધરોહર  દરબારગઢ પર બનાવ્યું છે જેનો પોતાનો એક ઐતિહાસિક વારસો છે. તે ગુજરાતી સંસ્કૃતિને રજૂ કરે છે. આ ગીતનો કોન્સેપ્ટ ધરા શાહનો છે. જ્યારે સુરતના જિમ્મી દેસાઇ દ્વારા મ્યુઝીક આપવામાં આવ્યું છે. રિશીન સરૈયા અને રાજુ ધુમાલના દેસી ઢોલ અને શેહનાઈએ આ ગીતમાં ગામઠી લઢણથી ચાર ચાંદ લગાવ્યા છે. અક્ષર ધનાણી દ્વારા તેને ડિરેકટ કરવામાં આવ્યું છે અને સુરતના ચિંતન મેહતા દ્વારા એડિટ કરવામાં આવ્યું છે. આ ગીતને ભાવનગર ના રંગરસીયા ગ્રૂપના કર્ણવ વસોયા અને યશ પટેલ દ્વારા કોરિયોગ્રાફ કરવામાં આવ્યું છે.

આ ગીત વિશે વાત કરતા ધરા શાહે કહ્યું હતું કે, હું ભાવનગરના રોયલ ફેમિલી અને ખાસ કરીને મહારાજ કુમારી બ્રીજેશ્વરી કુમારી ગોહિલની ખુબ આભારી છું કે, જેમણે ખાસ સમય ફાળવીને મણિયારો પ્રોજેક્ટને સમજીને એમના ઐતિહાસિક ગઢ એવા દરબારગઢમાં શૂટિંગ કરવાની પરવાનગી આપી. કુમારી સાહેબની મહાનતા અને સરળતા એ હતી કે આખા શૂટિંગ દરમિયાન એમણે ખાસ ધ્યાન રાખેલું કે કોઈ અગવડ નથી પડી. હું એમની ખુબ ખુબ આભારી છું.

આ ગીત બનાવવા માટે બે મહિનાનો સમય લાગ્યો હતો અને અત્યારે તે યુટ્યુબ પર ધૂમ મચાવી રહ્યું છે.

entertainment news navratri dhollywood news gujarat