સગાઈ તૂટી ગયા બાદ કિંજલ દવેએ કરી પહેલી પોસ્ટ થઈ વાયરલ, લખ્યું...

14 March, 2023 06:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફેસબુક પર શેર કરેલી આ પોસ્ટમાં કિંજલ દવે ઉદાસ ચહેરે હીંચકા પર બેઠેલા જોવા મળે છે. કિંજલ દવેએ પોસ્ટમાં લખ્યું છે કે, “જિંદગી તમને જ્યાં પણ રોપે, આકર્ષક રીતે ખીલો, શુભ સવાર.”

તસવીર સૌજન્ય: કિંજલ દવેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ

જાણીતા ગુજરાતી ગાયક કલાકાર કિંજલ દવે (Kinjal Dave)ની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તાજેતરમાં જ તેમની સગાઈ તૂટી હતી. સગાઈ તૂટયા બાદ કિંજલ દવેની આ પહેલી પોસ્ટ છે. ગઇકાલે ફેસબુક પેજ પર તેમણે આ પોસ્ટ શેર કરી છે. કિંજલ દવેની સગાઈ તૂટ્યાના ચાર દિવસ થયા બાદ કિંજલ દવેએ પહેલી વાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ શેર કરી કરી હતી.

ફેસબુક પર શેર કરેલી આ પોસ્ટમાં કિંજલ દવે ઉદાસ ચહેરે હીંચકા પર બેઠેલા જોવા મળે છે. કિંજલ દવેએ પોસ્ટમાં લખ્યું છે કે, “જિંદગી તમને જ્યાં પણ રોપે, આકર્ષક રીતે ખીલો, શુભ સવાર.”

કિંજલ દવેની સગાઈ તૂટવાના સમાચારે ફેન્સને અચંબામાં મૂકી દીધા હતા. તેમ જ સગાઈ તૂટવાનો મુદ્દો સોશિયલ મીડિયા પર ચર્ચાનાં ચગડોળે ચડ્યો હતો. કિંજલની સગાઈ પાંચ વર્ષ પહેલાં પવન જોષી સાથે થઈ હતી. આમ અચાનક સગાઈ તૂટી જતા ફેન્સને આઘાત લાગ્યો હતો. કિંજલ દવેની સગાઈ સાટા પદ્ધતિથી કરાઈ હતી, જેના કારણે સગાઈ તૂટી હોવાનું કહેવાય છે.

સાટા પદ્ધતિ એટલે શું?

આજે પણ કેટલાંક સમાજમાં સાટા પદ્ધતિનો રિવાજ ચાલી રહ્યો છે, જેમાં એક જ પરિવારના દીકરા-દીકરી અન્ય પરિવારના દીકરા-દીકરી સાથે લગ્ન કરે છે. જો એકના લગ્નજીવનમાં ભંગાણ પડે તો બીજાના લગ્ન પણ એ જ ક્ષણે તૂટી જાય છે.

મીડિયા અહેવાલોનું માનીએ તો કિંજલ દવે અને તેના ભાઇ આકાશ બંનેની સાટા પદ્ધતિથી સગાઇ થઈ હતી, જેમાં કિંજલના ભાઇ આકાશની પવન જોષીની બહેન સાથે સગાઇ કરાઇ હતી. મળતી માહિતી મુજબ પવનની બહેને અન્ય જગ્યાએ કોર્ટ મેરેજ કરી લેતા કિંજલ દવેની પણ સગાઇ તૂટી ગઇ હતી.

entertainment news dhollywood news kinjal dave