મેં કિરણકુમાર પાસેથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે ઘણું સાંભળ્યું હતું : ચંકી પાંડે

19 April, 2022 12:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તે પહેલી વાર ગુજરાતી ફિલ્મ ‘નાયિકા દેવી : ધ વૉરિયર ક્વીન’માં કામ કરી રહ્યો છે

તે પહેલી વાર ગુજરાતી ફિલ્મ ‘નાયિકા દેવી : ધ વૉરિયર ક્વીન’માં કામ કરી રહ્યો છે

ચંકી પાંડેનું કહેવું છે કે તેણે કિરણ કુમાર પાસેથી ઘણું જાણવા મળ્યું હતું. ગુજરાતી ફિલ્મ ‘નાયિકા દેવી : ધ વૉરિયર ક્વીન’માં ચંકી પાંડે અત્યાચારી મોહમ્મદ ઘોરીના રોલમાં દેખાવાનો છે. આ ફિલ્મનું ટ્રેલર તેણે ગઈ કાલે અમદાવાદમાં લૉન્ચ કર્યું હતું. આ તેની પહેલી ગુજરાતી ફિલ્મ છે. આ ફિલ્મને નીતિન જી.એ ડિરેક્ટ અને ઉમેશ શર્માએ પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ આ વર્ષે ૬ મેએ થિયેટર્સમાં રિલીઝ કરવામાં આવશે જેમાં ખુશી શાહ લીડ રોલ ભજવી રહી છે. આ ફિલ્મના ટ્રેલર-લૉન્ચમાં ચંકી પાંડેએ કહ્યું હતું કે ‘કેમ છો ભાઈ? મને અહીં આવીને ખૂબ જ મજા આવી છે. હું પહેલી વાર ગુજરાતી ફિલ્મ કરી રહ્યો છું. મેં ગુજરાત ઇન્ડસ્ટ્રી વિશે ઘણું સાંભળ્યું હતું. કિરણકુમારે મને એ વિશે જણાવ્યું હતું. અમે ‘તેઝાબ’માં કામ કરી રહ્યા હતા ત્યારે તેઓ અહીં પણ ઘણું કામ કરી રહ્યા હતા.’

dhollywood news gujarati film