ગુજરાતી ફિલ્મ 'ગોળકેરી'નું IFFA 2020માં સ્ક્રિનિંગ થશે

26 August, 2020 05:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગુજરાતી ફિલ્મ 'ગોળકેરી'નું IFFA 2020માં સ્ક્રિનિંગ થશે

ફિલ્મ 'ગોળકેરી'ની કાસ્ટ

વિરલ શાહ (Viral Shah) દિગ્દર્શિત અને ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકર (Malhar Thakar) અને માનસી પારેખ (Manasi Parekh) અભિનિત ફિલ્મ 'ગોળકેરી' 28 ફેબ્રુઆરીના રોજ થિયેટરમાં રિલીઝ થઈ હતી અને ચાહકોએ બહુ જબરજસ્ત પ્રતિસાદ આપ્યો હતો. ગુજરાતી ફિલ્મ માટે ગર્વની વાત છે. કારણકે ફિલ્મની પસંદગી કેનેડામાં આયોજીત IFFA 2020ના ફેસ્ટિવલ ડ્રાઈવ-ઈન સ્ક્રિનિંગમાં થઈ છે. 11 સપ્ટેમ્બર 2020ના રોજ કેલગરીમાં ફિલ્મનું સ્ક્રિનિંગ થશે.

IFFA 2020ના ફેસ્ટિવલ ડ્રાઈવ-ઈનમાં 11 સપ્ટેમ્બર 2020ના રોજ કેલગરીમાં 'ગોળકેરી'નું સ્ક્રિનિંગ થવાનું છે તેની જાહેરાત દિગ્દર્શક વિરલ શાહે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને આપી હતી.

ફેબ્રુઆરી 2020માં એટલે કે લૉકડાઉન પહેલાં થિયેટરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ગોળકેરી'ને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. સંબંધોના તાણાવાણામાં ગુંથાયેલી ફિલ્મને 29મેના રોજ એમેઝૉન પ્રાઇમ વીડિયોઝ પર સ્ટ્રીમ કરવામાં આવી હતી. ત્યાં પણ ચાહકોએ ભરપુર પ્રતિસાદ આપ્યો હતો.

આ પણ વાંચો: ડાયરેક્ટર વિરલ શાહે ઑફિસમાં જ બનાવી દીધો ડબિંગ સ્ટુડિયો

અત્યારે ફિલ્મ 'ગોળકેરી'નું IFFA 2020ના ફેસ્ટિવલ ડ્રાઈવ-ઈનના સ્ક્રિનિંગમાં સિલેક્શન થયું હોવાથી આખી ટીમ આ સફળતાને માણી રહી છે અને તેની ઉજવણી કરી રહી છે. ખાટી-મીઠી લાગણીઓનો અનુભવ કરાવતી આ ફિલ્મમાં મલ્હાર ઠાકર, માનસી પારેખ, વંદના પાઠક અને સચિન ખેડેકર મુખ્ય ભૂમિકામાં છે.

entertainment news dhollywood news gujarati film Malhar Thakar manasi parekh