આજે ઓપન થાય છે બાકી બધું First Class છે

02 February, 2020 12:41 PM IST  |  Mumbai

આજે ઓપન થાય છે બાકી બધું First Class છે

‘બાકી બધું ફર્સ્ટક્લાસ છે’ કાસ્ટ

ગૌતમ જોષી, ચેતન ગાંધી અને જીતેન્દ્ર જોષી નિર્મિત લીલા આર્ટસનું નવું નાટક ‘બાકી બધું ફર્સ્ટક્લાસ છે’ના લેખક પ્રવિણ સોલંકી છે અને નાટકનું દિગ્દર્શન ફિરોઝ ભગતનું છે. નાટકના મુખ્ય કલાકાર રાજીવ મહેતા, અર્ચના મ્હાત્રે, જયમિન દવે, રચના પકાઈ, અક્ષર જોષી, જાનવી મિસ્ત્રી, અમન સોની અને ધ્વનિ શાહ છે. નાટકની વાર્તા બળવંત કાપડિયાની આસપાસ ઘુમેરાય છે. બળવંત કાપડિયાનું મુખ્ય કૅરેક્ટર રાજીવ મહેતાએ ભજવ્યું છે.

બળવંત મહેતા તેના બે બાળકો સાથે રહે છે. મસ્ત મજાની લાઇફ છે અને લાઇફમાં કોઈ ટેન્શન કે ચિંતા નથી. બળવંતની વાઇફ વીસ વર્ષ પહેલાં જ્યારે બન્ને બાળકો નાના હતાં ત્યારે જ ગુજરી ગઈ હતી, એ સમયે બળવંતને બધાએ બીજા મેરેજ માટે સમજાવ્યો હતો પણ બળવંત માન્યો નહીં અને તેણે એકલાં હાથે બાળકોને મોટાં કર્યા. ફરજ નીભાવ્યાની ખુશી હોય છે અને બળવંત એ ખુશીનો અહેસાસ ખુબ સારી રીતે કરી શકે છે.

એક દિવસ અચાનક બળવંતને ખબર પડે છે કે એના પડોશમાં કોઈ નવું રહેવા આવ્યું છે. બળવંતને એ નવા પડોશીમાં કોઈ દિલચશ્પી નથી પણ એકાએક એને ખબર પડે છે કે પડોશમાં જે રહેવા આવ્યું છે એ લેડી તેના ભૂતકાળ સાથે જોડાયેલી છે અને તેની સાથે બળવંતને એક લાંબોચૌડો ઇતિહાસ પણ છે. કોણ છે એ લેડી અને શું છે બળવંતનો તેની સાથેનો ભૂતકાળ? શું એ બળવંતની ગર્લફ્રેન્ડ છે કે પછી બળવંતના કોઈ રીલેટિવ છે? એ લેડીને મળ્યા પછી બળવંતની લાઇફમાં કોઈ ચેન્જ આવે છે કે નહીં? આ અને આવાં અનેક સવાલોના જવાબ ‘બાકી બધું ફર્સ્ટ ક્લાસ છે’માં સમાવવામાં આવ્યા છે.

‘બાકી બધું ફર્સ્ટ ક્લાસ છે’નો શુભારંભ આજે પોણા આઠ વાગ્યે તેજપાલ ઓડિટોરિયમથી થશે.

gujarati film entertaintment