ગુજરાત ઈલેવનઃઓગસ્ટમાં રિલીઝ થશે પહેલી ગુજરાતી સ્પોર્ટ્સ ફિલ્મ

04 May, 2019 06:40 PM IST  |  અમદાવાદ

ગુજરાત ઈલેવનઃઓગસ્ટમાં રિલીઝ થશે પહેલી ગુજરાતી સ્પોર્ટ્સ ફિલ્મ

પહેલી ગુજરાતી સ્પોર્ટ્સ ફિલ્મ 'ગુજરાત ઈલેવન' ઓગસ્ટ મહિનામાં રિલીઝ થવા જઈ રહી છે. ગુજરાત ઈલેવનનું 90 ટકા શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યુ છે. અને બાકીનું શૂટિંગ આગામી દિવસોમાં પૂર્ણ થઈ જશે. બાદમાં ફિલ્મના પોસ્ટ પ્રોડક્શનનું કામ ચાલુ થશે. આ સાથે જ ફિલ્મ ઓગસ્ટમાં સિલ્વર સ્ક્રીન પર આવવા માટે રેડી છે. જયંત ગિલાટર ડિરેક્ટેડ આ ફિલ્મથી બોલીવુડની એક્ટ્રેસ ડેયઝી શાહ ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ કરી રહી છે.

તો ડેયઝી શાહની સામે આ ફિલ્મમાં જાણીતા ગુજરાતી સુપર સ્ટાર પ્રતીક ગાંધી જોવા મળશે. પહેલી ગુજરાતી સ્પોર્ટ્સ ફિલ્મ હોવાની સાથે સાથે ડેયઝી શાહનો ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ પણ આ ફિલ્મને ખાસ બનાવે છે. તો નટસમ્રાટ જેવી સુંદર ગુજરાતી અને જૂહી ચાવલા-શબાના આઝમી સ્ટારર ચોક એન્ડ ડસ્ટર ડિરેક્ટ કરી ચૂકેલા જયંત ગિલાટરની ફિલ્મ હોવાને કારણે પણ ગુજરાત ઈલેવન ખાસ છે. આ ફિલ્મમાં એક એવી ભૂતપૂર્વ ફૂટબોલ પ્લેયરની વાત છે જે અમુક કારણોસર સ્પોર્ટસ ક્વોટામાં મળતી નોકરી સ્વીકારી લે છે. પરંતુ સંજોગોવશાત્ તે ફરી મેદાન પર પાછી ફરે છે. અને કોચ તરીકે સફળ થાય છે.

આ પણ વાંચોઃ જાણો કેવી છે પ્રતીક ગાંધીની લવ સ્ટોરી તસવીરો સાથે

ફિલ્મમાં પ્રતીક ગાંધી ડેયઝી શાહના બોયફ્રેન્ડના રોલમાં છે. આ સાથે જ સિલ્વર સ્ક્રીન પર ફરી એકવાર કવિન દવે અને પ્રતીક ગાંધી સાથે જોવા મળશે. કવિન દવે છેલ્લે 'બે યાર'માં દેખાયા હતા. ગુજરાત ઈલેવન માર્ચ મહિનામાં ફ્લોર પર ગઈ હતી. જો કે હવે તેનું શૂટિગં પુરુ થવાના આરે છે. ત્યારે ઓગસ્ટમાં ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. ઓગસ્ટ મહિનામાં વિજયગિરી બાવાની ફિલ્મ 'મોન્ટુની બિટ્ટુ' પણ રિલીઝ થવાની છે. જેમાં આરોહી લીડ રોલમાં છે.

daisy shah Pratik Gandhi bollywood entertaintment