રૂપકુમાર રાઠોડ પહેલીવાર આપી રહ્યા છે આ ગુજરાતી ફિલ્મ માટે સંગીત

14 November, 2019 03:48 PM IST  |  Mumbai

રૂપકુમાર રાઠોડ પહેલીવાર આપી રહ્યા છે આ ગુજરાતી ફિલ્મ માટે સંગીત

ફિલ્મની ટીમ સાથે રૂપકુમાર રાઠોડ

જાણીતા ગાયક રૂપકુમાર રાઠોડ પહેલીવાર કોઈ ગુજરાતી ફિલ્મ માટે સંગીત આપવા જઈ રહ્યા છે અને તે છે 'ગુજરાત 11'. આ ફિલ્મથી બોલીવુડ અભિનેત્રી ડેઈઝી શાહ પણ ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યૂ કરી રહ્યા છે. ફિલ્મને સંગીતથી રૂપકુમાર રાઠોડે સજાવી છે.

રૂપકુમાર રાઠોડ આ પહેલા ગુજરાતી ગીત ગાઈ ચુક્યા છે પરંતુ તેમણે ક્યારેય ફિલ્મ માટે સંગીત નથી આપ્યું. રૂપકુમાર રાઠોડ આ ફિલ્મમાં ઑન સ્ક્રીન પણ પર્ફોર્મ કરતા જોવા મળશે. તાજેતરમાં જ ફિલ્મના થીમ સોંગનું શૂટિંગ કરવામાં આવ્યું. જે વિશે વાત કરતા ફિલ્મના ડાયરેક્ટર જયંત ગિલાટરે જણાવ્યું કે, 'આ ગીત ખૂબ જ જોશભર્યું છે. ગીત એક એન્થમ જેવું છે જે ફિલ્મના અંત સુધી તમને સાંભળવા મળશે.' ડેઈઝી શાહ જ્યારે છોકરાઓને રાજ્ય માટે રમવા માટે તૈયાર કરે છે ત્યારે આ ગીત આવે છે. ગીતનું રેકોર્ડિંગ અને પિક્ચરાઈઝેશન પૂર્ણ થઈ ગયું છે. ગીતના શબ્દો દિલીપ રાવે લખ્યા છે.

રૂપકુમાર રાઠોડ સાથે આ ગીત વધુ ચાર ગાયકો શ્લોક ચૌધરી, સૌરભ મહેતા, મદન શુક્લા અને કપિલ કુમારે મળીને આ ગીત ગાયું છે. સાથે જ ફિલ્મમાં એક ગરબો પણ છે જેને પણ રૂપકુમાર રાઠોડે સંગીબદ્ધ કર્યો છે તેમજ અવાજ પણ આપ્યો છે. રૂમ કુમાર રાઠોડ સંગીતના ક્ષેત્રે ખૂબ જ જાણીતું નામ છે. તેમણે હિન્દી ફિલ્મોની સાથે મરાઠી, ગુજરાતી સહિતની ફિલ્મોમાં અવાજ આપ્યો છે. રૂપકુમારે કેવી રીતે જઈશ ફિલ્મમાં પણ ગીત ગાયું છે.

આ પણ જુઓઃ ડેઈઝી શાહની ડેબ્યૂ ગુજરાતી ફિલ્મ 'ગુજરાત 11'નું ધમાકેદાર ટીઝર રીલિઝ

ડેઈઝી શાહ સાથે ફિલ્મમાં પ્રતિક ગાંધી, રૂપકુમાર રાઠોડ, કવિન દવે, ચેતન દઈયા જેવા કલાકારો છે. ફિલ્મની વાર્તા ખુદ ફિલ્મના ડિરેક્ટર જયંત ગિલાટરે જ લખી છે. ફિલ્મના પ્રોડ્યુસર યશ શાહ, હરેશ પટેલ, એમ એસ જોલી, જયંત ગિલાટર છે. ફિલ્મ 29 નવેમ્બરે મોટા પડદા પર આવશે.

daisy shah Pratik Gandhi