07 February, 2026 01:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આજે ભજવાશે કાળિદાસ
ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરીની નાટ્યસ્પર્ધાના ૧૧ નાટકોના અંતિમ રાઉન્ડના બીજા દિવસે આજે રજૂ થશે ‘કાળિદાસ’. આર્ટિસ્ટિક ગ્રુપ ઑફ થિયેટર, સુરતના આ નાટકનો હીરો કવિ કાલિદાસ નહીં પણ એક વર્ણી વ્યક્તિ છે. તેના રંગને કારણે બધા તેને કાળીદાસ કહે છે. પોતાના રંગને લીધે કાળીદાસને શું અને કેવું સહન કરવું પડે છે એની રમૂજી રજૂઆતનું આ નાટક છે. નાટકના લેખક ચેતન પવાર અને દિગ્દર્શક ડિંકેશ કનાધીયા છે. આ નાટક આજે સાંજે ૭ વાગ્યે ભવન-ચોપાટીમાં ભજવાશે.