નવરાત્રીમાં ધૂમ મચાવશે સાંત્વની ત્રિવેદી અને કેલ્વિન મહેતાનું આ ગીત

16 October, 2020 12:41 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

નવરાત્રીમાં ધૂમ મચાવશે સાંત્વની ત્રિવેદી અને કેલ્વિન મહેતાનું આ ગીત

કેલ્વિન મહેતા, સાંત્વની ત્રિવેદી

ચારેય તરફ નવરાત્રીનો માહોલ જામ્યો છે. જોકે, આ વર્ષે કોરોનાને કારણે નવરાત્રીની ઉજવણી મોટેભાગે બધે જ વ્ચર્યુલ છે. એટલે આ વ્ચર્યુલ નવરાત્રીમાં ધૂમ મચાવવા માટે ગુજરાતના જાણીતા ગાયિકા સાંત્વની ત્રિવેદી આ નવરાત્રી પર તેમના ત્રણ ગીતો લઈને આવવાના છે. જેમાંથી પ્રથમ ગીત 'રાસ રમવાને શ્યામ જો આવે' તાજેતરમાં જ રિલીઝ થયું છે અને તેને એક જ દિવસમાં 50,000થી વધુ વ્યુઝ મળ્યાં છે. આ ગીતની વિશેષતા એ છે કે તેને બનાવવા માટે એક વર્ષની મહેનત લાગી છે.

'રાસ રમવાને શ્યામ જો આવે' ગીત સાંત્વની ત્રિવેદી અને કેલ્વિન મહેતાએ ગાયું છે. જ્યારે શબ્દો મોહિત મહેતા દ્વારા લખવામાં આવ્યા છે અને મ્યુઝિક પૂર્વેશ દવેએ આપ્યું છે. આ ગીતને નિરવ પરમાર દ્વારા ડિરેક્ટ કરવામાં આવ્યું છે. જ્યારે આ ગીતમાં ડીઓપી તરીકે દેવ પટેલ અને અમિત ઢોલી છે અને કોરિયોગ્રાફી નિલીમા આહિરવાલ (નવ્યા ડાન્સ સ્કુલ અને ટિમે) કરી છે.

આ ગીત વિશે વાતચીત કરતા સાંત્વની ત્રિવેદીએ કહ્યું હતું કે, આ ગીત બનાવવાની શરૂઆત નવરાત્રીને ધ્યાનમાં રાખીને એક વર્ષ પહેલાં કરી હતી. જ્યારે હવે ગીત રિલીઝ થઈ ગયું છે અને દર્શકો દ્વારા આ ગીતને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે તે જોઈને મને બહુ આનંદ થાય છે અને મહેનત ફળી હોવાનો અહેસાસ પણ થાય છે.

આ પણ જુઓ: સાંત્વની ત્રિવેદી: યુ ટ્યૂબ ક્વિને નાની ઉંમરમાં મેળવી છે મોટી સફળતા

તમને જણાવી દઈએ કે, સાંત્વની ત્રિવેદી ગુજરાતમાં સોલફૂલ ગીતો માટે ખૂબ જ પ્રસિદ્ધ છે. અને ગુજરાતના અગ્રણી ટ્યૂબર તરીકે ખુબ પ્રખ્યાત છે. યુ ટ્યૂબ પર સાંત્વની ત્રિવેદીના સવા લાખથી પણ વધુ ફોલોઅર્સ છે. તેના લોકપ્રિય ગીતોમાં વહાલો દરિયો (કવર સોન્ગ), ઊંચી તલાવડી, વા વાયાને વાદળ, વાદલડી વરસી, ગુજરાતી લવ મેશઅપનો સમાવેશ થાય છે.

dhollywood news gujarat navratri