ડાયરેક્ટર રેહાન ચૌધરી અત્યારે સ્ક્રિપ્ટ રાઈટિંગ પર હાથ અજમાવી રહ્યો છે

26 April, 2020 02:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ડાયરેક્ટર રેહાન ચૌધરી અત્યારે સ્ક્રિપ્ટ રાઈટિંગ પર હાથ અજમાવી રહ્યો છે

રેહાન ચૌધરી

'અરમાન: સ્ટોરી ઓફ અ સ્ટોરીટૅલર' અને 'તું છે ને' ફૅમ ડાયરેક્ટર રેહાન ચૌધરી લૉકડાઉનનો ભરપૂર ફાયદો ઉપાડી રહ્યો છે. અમદાવાદમાં એકલો રહેતો રેહાન જુદી જુદી એક્ટિવિઝ પર પિતાના હાથ અજમાવી રહ્યો છે અને લૉકડાઉનને લીધે મળેલા વધરાના સમયનો ભરપૂર ઉપયોગ કરી રહ્યો છે.

રેહાન અત્યારે સ્ક્રિપ્ટ રાઈટીંગ કરી રહ્યો છે અને સ્ક્રિનપ્લેનો પહેલો ભાગ પતી પણ ગયો છે. કામની સાથે સાથે મનોરંજન થાય તેનું પણ તે ખાસ ધ્યાન રાખી રહ્યો છે. તે એક જ દિવસમાં ત્રણથી ચાર ફિલ્મો જોઈ નાખે છે. લૉકડાઉનમાં તે શું કરે છે એ વિષે વધુ જણાવતા રેહાને કહ્યું હતું કે, હું અત્યારે સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યો છું અને સ્ક્રિનપ્લેનો ફર્સ્ટ ડ્રાફ્ટ પણ પુરો થઈ ગયો છે. તે સિવાય હું મારી મનપસંદ ફિલ્મો પણ જોવું છું. અત્યર સુધીમાં મેં જીગરથાન્પા, વૉચમેન, કૈઠી, રાચસ્તાન, પેરેસાઈટ, વન્સ અપોન અ ટાઈમ ઈન હૉલિવુડ, રેવા વગેરે ફિલ્મ જોઈ લીધી છે.

તે સિવાય રેહાન એક સારો રસોઈયો પણ છે. એટલે આ સમય દરમ્યાન મોટા ભાગનો સમય તે નિતનવી વાનગીઓ બનાવવામાં વાપરે છે અને પોતાના કુકિંગના શોખને પુરો કરે છે.

આ પણ વાંચો: મલ્હાર ઠાકરની આગામી ફિલ્મ 'ઘૂંઆધાર' નું શૂટિંગ થયું પૂરું

રેહાનની આગામી ફિલ્મ 'ધૂંઆધાર' છે. આ ફિલ્મમાં ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટર મલ્હાર ઠાકર અને વિતેલા જમાનાના અભિનાત હિતેન કુમાર મુખ્ય ભુમિકામાં છે. સાથે નેત્રી ત્રિવેદી, અલિશા પ્રજાપતિ અને ડીમ્પલ બિસ્કીટવાલા પણ જોવા મળશે.

coronavirus covid19 gujarati film dhollywood news