Bollywoodના સિંગર કમ્પોઝર Amit Trivedi ગુજરાતી ફિલ્મમાં આપશે સંગીત

04 July, 2019 09:44 AM IST  |  અમદાવાદ

Bollywoodના સિંગર કમ્પોઝર Amit Trivedi ગુજરાતી ફિલ્મમાં આપશે સંગીત

બોલીવુડની જાણીતી મ્યુઝિક ડિરેક્ટર જોડી સચિન-જીગર બાદ હવે વધુ એક સિંગર કમ્પોઝર ગુજરાતી ફિલ્મો સાથે જોડાવા જઈ રહ્યા છે. જી હાં, ગુજરાતી ફિલ્મોના ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે. મૂળ ગુજરાતી એવા અમિત ત્રિવેદી પોતાની માતૃભાષાની ફિલ્મો સાથે જોડાવા જઈ રહ્યા છે. અમિત ત્રિવેદી ચંદ્રેશ ભટ્ટની આગામી ગુજરાતી ફિલ્મમાં મ્યુઝિક આપવાના છે.

ડિરેક્ટર ચંદ્રેશ ભટ્ટ અને લિરીસિસ્ટ નિરેન ભટ્ટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ જાહેરાત કરી છે. આ ફિલ્મથી ચંદ્રેશ ભટ્ટ પણ ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યા છે. તો આ ફિલ્મ માટે ગીતના લિરીક્સ ફરી એકવાર નિરેન ભટ્ટ લખશે. ઉલ્લેખનીય છે કે નિરેન ભટ્ટ લવની ભવાઈ, ચાલ જીવી લઈએ જેવી ફિલ્મોના ગીતો લખી ચૂક્યા છે, જે સુપરહિટ નીવડ્યા છે. ત્યારે હવે તેઓ અમિત ત્રિવેદી સાથે મળીને ચંદ્રેશ ભટ્ટની આગામી ફિલ્મમાં કામ કરશે.

ફેન્સ માટે બીજા સારા સમાચાર એ છે કે આ ફિલ્મમાં દીક્ષા જોશી અને એશા કંસારા સાથે દેખાશે. એશા કંસારા અને દીક્ષા જોશી બંને બેસ્ટ ફ્રેન્ડ્ઝ છે. ત્યારે પહેલીવાર આ બંને એક્ટ્રેસ સિલ્વર સ્ક્રીન પર પહેલીવાર સ્પેસ શૅર કરશે. દર્શકો પણ આ બંને બ્યુટીફૂલ બેબ્સને સાથે જોવા માટે ઉત્સાહિત છે. જો કે હજી સુધી આ ફિલ્મનું ટાઈટલ કે તેની સ્ટોરી વિશે કોઈ ખુલાસો નથી થયો. આ ફિલ્મમાં મેલ લીડમાં કોણ છે તેનો પણ હજી સુધી ખુલાસો નથી થયો.પરંતુ મહત્વની વાત એ છે કે નિરેન ભટ્ટ અને અમિત ત્રિવેદીની જોડી એક સંગીતનો જાદુ ફેલાવશે તે નક્કી છે.

આ પણ વાંચોઃ નાયક નહીં આ ગુજરાતી એક્ટર્સ Reel લાઈફમાં છે ખલનાયક

ઉલ્લેખનીય છે કે એક્ટ્રેસ દીક્ષા જોશી છેલ્લે શરતો લાગુમાં દેખાઈ હતી. તાજેતરમાં જ તેમની અપકમિંગ ફિલ્મ ધૂનકીનું મોશન પોસ્ટર પણ રિલીઝ થયુ હતું. તો એશા કંસારા છેલ્લે મલ્હાર ઠાકર સાથે મિડનાઈટ વીથ મેનકામાં દેખાયા હતા.

amit trivedi bollywood entertaintment gujarati film Deeksha Joshi Esha Kansara