16 August, 2021 10:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શરદ કેળકર
શરદ કેળકરે જણાવ્યું હતું કે ‘ભુજ ઃ ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયા’ના શૂટિંગ દરમ્યાન સંજય દત્ત અને અજય દેવગને મારી ખાસ કાળજી રાખી હતી. આ ફિલ્મ તાજેતરમાં રિલીઝ થઈ છે. ‘તાન્હાજી : ધ અનસંગ વૉરિયર’માં પણ તેણે કામ કર્યું હતું. શરદને આર્મીમાં સામેલ થવાની ઇચ્છા હતી.
એને માટે તેણે કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસિસ (CDS)ની પરીક્ષા પણ પાસ કરી હતી. જોકે તે ફાઇનલ ઇન્ટરવ્યુ પાસ કરી નહોતો શક્યો. એ વિશે શરદ કેળકરે કહ્યું કે ‘હું આર્મી માટે તૈયારી કરી રહ્યો હતો અને CDSની પરીક્ષા પણ મેં આપી હતી. હું ફાઇનલ ઇન્ટરવ્યુ સુધી પહોંચી ગયો હતો, પરંતુ એને પાસ કરી શક્યો નહીં એથી હું ડિફેન્સ સર્વિસમાં જોડાઈ ન શક્યો. એ મારું સપનું હતું. જોકે એનું અનુશાસન જેવું કે ફિટનેસ અને વર્તનનું હું પાલન કરું છું.’
‘ભુજ ઃ ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયા’માં કામ કરવાનો અનુભવ જણાવતાં શરદે કહ્યું કે ‘મારો ‘તાન્હાજી : ધ અનસંગ વૉરિયર’માં અને ‘બાદશાહો’માં કામ કરવાનો અનુભવ શાનદાર રહ્યો
હતો. તેઓ મને નાના ભાઈની જેમ માનતા હતા અને હંમેશાં મારી કાળજી રાખતા હતા.’