લગ્ન બાદ દરેકનો આભાર માન્યો વરુણે

28 January, 2021 12:56 PM IST  |  Mumbai | Agencies

લગ્ન બાદ દરેકનો આભાર માન્યો વરુણે

લગ્ન બાદ દરેકનો આભાર માન્યો વરુણે

વરુણ ધવને ગઈ કાલે ટ્વિટર પર તેને મળેલા પ્રેમ બદલ આભાર માન્યો હતો. તેણે રવિવારે તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્ન કરી લીધાં હતાં. તેનાં આ લગ્નને લઈને સોશ્યલ મીડિયા પર તે ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો હતો. તેને મળેલા પ્રેમને જોઈને વરુણે ટ્વીટ કર્યું હતું કે ‘છેલ્લા થોડા દિવસમાં મને અને નતાશાને દરેક વ્યક્તિ તરફથી ખૂબ જ પ્રેમ અને પૉઝિટિવિટી મળી હતી. આથી હું દરેકનો ખૂબ જ દિલથી આભાર માનું છું.’

bollywood bollywood news bollywood gossips varun dhawan